03 April, 2023 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય નારાયણ
આદિત્ય નારાયણને ત્રણ વખત કોવિડ થયો હતો એવું તેણે જણાવ્યું છે. તે રિયલિટી શોને હોસ્ટ કરે છે. સાથે જ તે સિન્ગિંગમાં પણ ઉત્કૃષ્ટ છે. તે ‘ઇન્ડિયન આઇડલ’ અને ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ને હોસ્ટ કરતો આવ્યો છે. પોતાને થયેલા કોવિડની માહિતી તેણે સોશ્યલ મીડિયામાં આપી છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આદિત્યએ કૅપ્શન આપી હતી, ‘ત્રીજી વખત મેં કોવિડને હરાવ્યો છે. હજી પણ જીવિત છું, સ્માઇલ કરી રહ્યો છું અને આ સુંદર લાઇફ માટે આભારી છું. ‘ઇન્ડિયન આઇડલ’ને આટલાં વર્ષોથી હોસ્ટ કરવાનો અનુભવ શાનદાર રહ્યો છે. અમે એને મળેલી બેજોડ સફળતા અને લોકોએ આપેલો પ્રેમ જોયો છે. ભારતીય ટેલિવિઝન પર વીસ વર્ષથી ૧૩ સીઝન્સ આવી છે અને એના ૩૨૦ એપિસોડ્સ થયા છે. છેલ્લાં સાડાત્રણ વર્ષમાં તેની ત્રણ સીઝનમાં મેં બસો એપિસોડ કર્યા હતા. જર્ની ખૂબ સરસ રહી છે. થૅન્ક યુ ટીમ. હિમેશ રેશમિયા અને વિશાલ દાદલાની થૅન્ક યુ. થૅન્ક યુ ડિયરેસ્ટ નેહા કક્કર. મને ખુશી છે કે ફિનાલે હોસ્ટ કરવા અગાઉ હું રિકવર થઈ ગયો છું.’