26 October, 2021 06:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અદિતિ સાજવાન
અદિતિ સાજવાનનું કહેવું છે કે તેની સિરિયલ ‘હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી’માં તેનું યશોદામાનું પાત્ર દરેક મહિલાઓને તેની સાથે કનેક્ટ કરશે. આ શો સ્ટાર ભારત પર ચાલી રહ્યો છે.
શો વિશે અદિતિએ કહ્યું કે ‘સિરિયલ ‘હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી’ કૃષ્ણ ભગવાનની બાળલીલા પર આધારિત છે. એ બાળકૃષ્ણ અને મા યશોદા વચ્ચેના અનોખા અને સુંદર સંબંધો દેખાડે છે. ભગવાન શ્રીકૃષ્ણની સદીઓ જૂની સ્ટોરીને તરોતાજા રીતે અને વિસ્તારપૂર્વક દેખાડવામાં આવશે.
વધુમાં અદિતિ કહે છે કે, શોનું ટાઇટલ ‘હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી’ પોતાનામાં જ ભગવાનની લાઇફના સેલિબ્રેશન અને દિવ્યતાને દેખાડે છે. મારું પાત્ર આ શોમાં આકર્ષક અને આત્મા છે. ધાર્મિક ગ્રંથ મુજબ મા યશોદાને કારણે જ વિષ્ણુનો અવતાર કૃષ્ણ ભગવાનના રૂપમાં ધરતી પર અવતર્યો હતો. સાથે જ માતાનો નિઃસ્વાર્થભાવનો પ્રેમ પણ વિશ્વને દેખાડ્યો હતો. હું પાત્રના પ્રેમમાં પડી છું. આવા જટિલ છતાં સુંદર પાત્રો ભજવતાં મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. મને લાગે છે કે મા યશોદાની એનર્જી, તેમની લાગણી મારી સાથે સુસંગતતા ધરાવે છે. હું પોતે પણ તેમની જેમ મારા પ્રિયજનોને લઈને ખૂબ ઇમોશનલ, ઉત્સાહી, ઓવર પ્રોટેક્ટિવ અને પઝેસિવ છું. મને વિશ્વાસ છે કે મહિલાઓ મારા આ પાત્ર મા યશોદા સાથે પોતાની જાતને કનેક્ટ કરશે.’