'રામાયણ'માં જોવા મળેલી રાવણની બહેન 'શૂર્પણખા' હાલ દેખાય છે આવી

16 April, 2020 04:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'રામાયણ'માં જોવા મળેલી રાવણની બહેન 'શૂર્પણખા' હાલ દેખાય છે આવી

'શૂર્પણખા'નો રોલમાં રેણુ ધારીવાલ

રામાનંદ સાગર પ્રસ્તુત રામાયણ એકવાર ફરીથી દૂરદર્શન પર પ્રસારિત થાય છે. 33 વર્ષ પછી રામાયણ ફરી એકવાર આપણને ટીવી પર જોવા મળી રહી છે. અને આ સીરિયલના પાત્રોએ લોકો પર પણ ઘણી સુંદર છાપ છોડી છે. સીરિયલ જ્યારે શરૂ થઈ હતી ત્યારે લોકો સીરિયલ ચાલુ થાય અને લોકો બધા કામ છોડીને ટીવી પાસે બેસી જતા અને હાલમાં લોકો ઘણા રસથી આ શૉ જુએ છે. સાથે આજે ફરીથી આ શૉ ચર્ચાનો વિષય બની ગયો છે.

આમ તો આ સીરિયલમાં બધા જ પાત્રો લોકપ્રિય હતા. રામ ભગવાનના અવતારમાં અરુણ ગોવિલ, સીતા માતાના અવતારમાં દીપિકા ચિખલિયા અને લક્ષ્મણના અવતારમાં સુનીલ લહરી ઘણા ફૅમસ થઈ ચૂક્યા છે. સાથે જ રાવણના પાત્રમાં અરવિંદ ત્રિવેદીની તો વાત જ અદ્ધૂત છે. શૉમાં રાવણની બહેન 'શૂર્પણખા'નો રોલમાં જોવા મળેલી રેણુ ધારીવાલની આજે આપણે કેટલીક રસપ્રદ વાતો કરવાના છીએ. તો ચાલો જોઈએ ટીવી પર જોવા મળેલી 'શૂર્પણખા' હાલ કેવી દેખાય છે.

રેણુ ધારીવાલ 22 વર્ષની ઉંમરે 'શૂર્પણખા'ની ભૂમિકા ભજવી હતી. હાલમાં તેઓ 56 વર્ષના થયા છે. રેણુનો 23 વર્ષનો દીકરો છે. અભિનયમાં નામ મળ્યા પછી રેણુ રાજકીય ક્ષેત્રે ઉતરી ગઈ. તેઓ કોંગ્રેસ પાર્ટીના છે.

સૂત્ર અનુસાર રેણુ 20 વર્ષના હતા ત્યારે તેઓ પિતા સાથે જૂઠું બોલીને મુંબઈ આવી ગયા હતા. તે અભિનય કરવા માંગતા હતા. તેણે મુંબઈની રોશન તનેજા એક્ટિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ગોવિંદા ત્યાં તેના ક્લાસમેટ હતા.

આ પણ જુઓ : અમિતાભ બચ્ચનની હિરોઈન રહી ચૂકી છે 'રામાયણ'ની કૈકેયી, જુઓ તસવીરો

રેણુ થિયેટરમાં ઘણું કામ કરતી. તે જ સમયે, રામાનંદ સાગરની નજર તેના પર પડી અને તેમણે તેને ઓડિશન માટે ઑફિસમાં બોલાવી હતી. રેણુને કહેવામાં આવ્યું હતું કે ઓડિશનમાં તમારે રાક્ષસોની જેમ હસવું પડશે. રેણુએ કહ્યા પ્રમાણે એક્ટિંગ કરી બતાવી અને બાદ એને રામાયણમાં શૂર્પણખાનો રોલ મળ્યો. રામાયણ પછી રેણુ કેટલીક ફિલ્મો અને ટીવી સીરિયલમાં જોવા મળી હતી.

ramayan television news tv show entertainment news