22 March, 2023 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુરમીત ચૌધરી
ગુરમીત ચૌધરીએ હાલમાં નૈનીતાલમાં આવેલા નીમ કરોલી બાબાના આશ્રમ કૈંચી ધામની મુલાકાત લીધી હતી. તે હવે ‘મહારાણા’ સિરીઝમાં જોવા મળવાનો છે. તે નીમ કરોલી બાબાનો ફૉલોઅર છે. આ વિશે વાત કરતાં ગુરમીતે કહ્યું કે ‘છેલ્લા એક વર્ષમાં મેં કૈંચી ધામના નીમ કરોલી બાબા આશ્રમની બે વાર મુલાકાત લીધી છે. મારા માટે આ ખૂબ ડિવાઇન અનુભવ રહ્યો છે. આશ્રમ અને મંદિરમાં ખૂબ પાવરફુલ એનર્જી છે. હું એક ઇચ્છા અને કંઈક મેળવવાના ગોલ સાથે આશીર્વાદ લેવા માટે ગયો હતો. મેં નક્કી કર્યું હતું કે જે દિવસે મારો આ ગોલ પૂરો થશે ત્યારે હું ફરી આવીશ અને એ માટે આભાર વ્યક્ત કરીશ. અમારી જ્યારે પણ કોઈ ઇચ્છા પૂરી થાય ત્યારે અમે બાબાજી માટે બ્લેન્કેટ ડોનેટ કરીએ છીએ. આ વખતે પણ મેં એ જ કર્યું. છેલ્લા એક વર્ષમાં મને જેકાંઈ મળ્યું એ માટે હું ભગવાનનો આભાર માનું છું. જો તમને આસ્થા ન હોય તો તમે જીવનમાં આગળ ન વધી શકો.’