‘ખતરોં કે ખિલાડી 13’માં અબ્દુ રોઝિકની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી

07 September, 2023 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ખતરોં કે ખિલાડી 13’માં અબ્દુ રોઝિકની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ છે. આ શોમાં ડેઇઝી શાહની પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી, પરંતુ તે એ જ દિવસે બહાર પણ થઈ ગઈ હતી.

અબ્દુ રોઝિક

ખતરોં કે ખિલાડી 13’માં અબ્દુ રોઝિકની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ છે. આ શોમાં ડેઇઝી શાહની પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી, પરંતુ તે એ જ દિવસે બહાર પણ થઈ ગઈ હતી. રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવતો આ શો એના સ્ટન્ટ માટે ખૂબ જ જાણીતો છે. તે ‘બિગ બૉસ 16’ના તેના પાર્ટનર શિવ ઠાકરે સાથે ફરી જોવા મળશે. આ વિશે વાત કરતાં અબ્દુએ કહ્યું કે ‘મારા માટે ‘ખતરોં કે ખિલાડી 13’માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરવી લાઇફ-ચેન્જિંગ એક્સ્પીરિયન્સ રહેશે. પાણી, હાઇટ અને કીડા-મંકોડાથી મને ડર લાગે છે અને એ વિશેના સ્ટન્ટ કરીને મારા ડરને દૂર કરવાનું મેં ક્યારેય નહોતું વિચાર્યું. દરેક કન્ટેસ્ટન્ટ સાથે બૉન્ડ બનાવવા માટે હું ઉત્સાહી છું, પરંતુ મારા બેસ્ટ બડી શિવ ઠાકરેને મળવા માટે હું ખૂબ જ ઉત્સાહી છું. અમે ઑન અને ઑફ સ્ક્રીન ખૂબ જ સારા ફ્રેન્ડ છીએ. હોસ્ટ રોહિત શેટ્ટીના ગાઇડન્સ હેઠળ લોકો મને સ્ટન્ટ કરતો જોવાનું પસંદ કરશે એવી મને આશા છે.’

khatron ke khiladi rohit shetty indian television television news entertainment news