લાઇફ સ્ટાઇલ પબ્લિસિસ્ટમાંથી ઍક્ટર બન્યો આકાશ ચૌધરી

13 November, 2021 12:39 PM IST  |  mumbai | Harsh Desai

‘ભાગ્ય લક્ષ્મી’ દ્વારા પહેલી વાર ફિક્શન શોમાં તે કામ કરતો દેખાશે

આકાશ ચૌધરી

આકાશ ચૌધરીનું કહેવું છે કે ‘ભાગ્ય લક્ષ્મી’ દ્વારા તેનું સપનું પૂરું થયું છે. આ શોમાં લક્ષ્મીની વાત કરવામાં આવી છે જે પહેલાં હંમેશાં અન્યોની જરૂરિયાતને મહત્ત્વ આપે છે. આ શોમાં હવે આકાશ ચૌધરીની એન્ટ્રી થવાની છે. તે માઇરા મિશ્રાના પાત્ર મલિશ્કાના ક્લોઝ ફ્રેન્ડ વીરાજ સિંઘાણિયાના પાત્રમાં જોવા મળશે. તે રિશી અને મલિશ્કાનો બાળપણનો મિત્ર છે અને તેમણે અગિયારમા ધોરણ સુધી સાથે અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ વીરાજ વિદેશમાં ભણવા જતો રહે છે. આ વિશે વાત કરતાં આકાશે કહ્યું કે ‘હું નાનો હતો ત્યારથી જ મારું સપનું ફેમસ થવાનું હતું. મને હંમેશાં લોકોનું અટેન્શન પસંદ આવતું હતું. પાર્ટી અને ઇવેન્ટ્સમાં પણ મને લાઇમલાઇટ ગમતી હતી. મારે પબ્લિક ફિગર બનવું હતું, પરંતુ ઍક્ટર બનવાનો મેં ક્યારેય વિચાર નહોતો કર્યો. હું એક લાઇફસ્ટાઇલ બ્રૅન્ડ માટે પબ્લિસિસ્ટ તરીકે કામ કરી રહ્યો હતો ત્યારે જ મારા ક્લાયન્ટે મારો શૂટ માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. આ સાથે જ મારી ઍક્ટિંગની જર્ની શરૂ થઈ હતી.

એ સમયે મેં મુંબઈ શિફ્ટ થઈને ઍક્ટિંગ કરવાનું નક્કી કર્યું હતું. મેં ઘણી ઍડ્સ અને નૉન-ફિક્શન શો કર્યા છે, પરંતુ ‘ભાગ્ય લક્ષ્મીમાં મારો પહેલો ફિક્શન શો છે. મેં આ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. મારા તમામ કો-સ્ટાર્સ સાથે કામ કરવાની મજા પડી રહી છે. આશા રાખું છું કે લોકો વીરાજના પાત્રને પસંદ કરે. ઍક્ટર બન્યા બાદ મારું સપનું હતું કે બાલાજી જેવા મોટા પ્રોડક્શન-હાઉસમાં કામ કરું. મારી મમ્મી એકતા કપૂરની ખૂબ મોટી ફૅન છે. મારા માટે આ એક સપનું પૂરું થયા બરાબર છે.’

television news