05 February, 2023 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સપના ચૌધરી
હરયાણવી સિંગર-ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ હવે દહેજ માગવાનો આરોપ લાગ્યો છે. એ માટે તેની વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ કરવામાં આવ્યો છે. સપનાની ભાભીએ તેની અને તેની ફૅમિલી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પલવાલ પોલીસ સ્ટેશનમાં સપના, તેની મમ્મી નીલમ અને ભાઈ કરણ વિરુદ્ધ તેની ભાભીએ ફરિયાદ નોંધાવી છે અને કેસ પણ રજિસ્ટર કરવામાં આવ્યો છે. સપનાની ભાભીએ ફરિયાદમાં કહ્યું હતું કે તેઓ દહેજમાં હ્યુન્ડાઇની ક્રેટા કારની ડિમાન્ડ કરી રહ્યાં હતાં. તેની ભાભીએ એ પણ કહ્યું કે તેઓ આ દહેજને લઈને મને સતત હેરાન કરી રહ્યાં હતાં અને ડિમાન્ડ પૂરી ન થઈ એટલે તેને હૅરૅસ કરવામાં આવી હતી. ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે તેના ભાઈ કરણને દીકરી થયા બાદ ‘ચુચક’ સેરેમનીમાં કારની ડિમાન્ડ કરવામાં આવી હતી. જોકે તેના પિતાએ ત્રણ લાખ કૅશ, ગોલ્ડ અને સિલ્વર જ્વેલરી તથા કપડાં ગિફ્ટ કર્યાં હતાં. આ ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ૨૦૨૦ની ૬ઠ્ઠી મેએ કરણે દારૂના નશામાં મને માર પણ માર્યો હતો અને તેની સાથે જબરદસ્તી અનનૅચરલ સેક્સ પણ કર્યું હતું.