Movie Review:ચાલ જીવી લઈએ, ચાલો જોઈ લઈએ

02 February, 2019 12:52 PM IST  |  | ભાવિન રાવલ

Movie Review:ચાલ જીવી લઈએ, ચાલો જોઈ લઈએ

પ્રોડ્યુસર રશ્મિન મજીઠિયા જોડે સિદ્ધાર્થ રાંદેરિયા, ડિરેક્ટર વિપુલ મહેતા, આરોહી અને યશ સોની (ડાબેથી)

આ છે ફિલ્મની સ્ટારકાસ્ટ

ગઈકાલ એટલે કે શુક્રવારથી આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મમાં ગુજ્જુભાઈ ઉર્ફે સિદ્ધાર્થ રાંદેરિયા છે, સાથે જ યશ સોની અને આરોહી પહેલીવાર સાથે આવ્યા છે. બેસ્ટ ઓફ લક લાલુ અને કૅરી ઓન કેસર જેવી દમદાર સ્ટોરી સાથેની ફિલ્મો આપી ચૂકેલા વિપુલ મહેતાએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. તો ફિલ્મની સ્ટોરી પણ તેમણે જ લખી છે. સ્ક્રીન પ્લે અને ડાયલોગમાં વિપુલ મહેતાને સાથ આપ્યો છે જૈનેશ ઈજારદારે. તો તો કોકોનટ મોશન પિક્ચર્સના બેનર અંતર્ગત બનેલી ફિલ્મને રશ્મિન મજીઠિયાએ પ્રોડ્યુસ કરી છે.

તો હવે સ્ટોરીની વાત

ના, ના, સ્પોઈલર નહીં આપીએ. કારણ કે ફિલ્મમાં ટ્વિસ્ટ છે. હવે એ જો તો જોવા જશો તો જ ખબર પડશે. ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કદાચ હમણા પિતા પુત્રના સંબંધો પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પહેલા 'વેન્ટીલેટર' પછી 'બાપ રે' અને હવે 'ચાલ જીવી લઈએ' પણ બાપ-દીકરાના સંબંધોને જ દર્શાવે છે. એક નિવૃત્ત પિતા બિપીનચંદ્ર પરીખ પોતાના એકના એક સંતાન આદિત્ય જોડે ટાઈમ વીતાવવા ઈચ્છે છે, પણ આદિત્યને પૈસા કમાવા છે, તેની પાસે ટાઈમ નથી. બસ આ વાત બિપીનચંદ્રને ગમતી નથી. અને તેઓ વારંવાર આદિત્યને જીંદગી જીવી લેવા સમજાવે છે. તેમાંથી જે કોમેડી નીકળે છે, તે કોમેડી ફિલ્મને પકડી રાખે છે.

આમ તો આખી સ્ટોરી કહી દઈશું તો તમે શું જોશો ? એટલે ઉપર ઉપરથી વાત. સેકન્ડ હાફમાં થોડી ઘણી લવસ્ટોરી પણ છે. રોડ ટ્રીપ પણ છે. પણ મૂળે આખી વાર્તા આદિત્ય એટલે કે યશ અને બીપ એટલે કે સિદ્ધાર્થ રાંદેરિયાની આસપાસ ફરે છે. ફર્સ્ટ હાફમાં કોમેડી પકડી રાખે છે અને ઈન્ટરવલ બાદ આવતું ટ્વિસ્ટ તમને બેસી રહેવા મજબૂર કરશે. ના ના, નહીં કહીએ હોં ટ્વિસ્ટ !

મ્યુઝિક

અરે ભાઈ મ્યુઝિક આપ્યું છે સચિન જીગરે ! ફિલ્મનું રોમેન્ટિક ટ્રેક 'ચાંદને કહો' રિલીઝ પહેલા જ હિટ થઈ ચૂક્યુ છે. એટલે તમને પણ ખબર જ છે કે મ્યુઝિક કેવું જબરજસ્ત છે. નીરેન ભટ્ટના લિરિક્સ ફરી એકવાર કમાલ કરી રહ્યા છે, તો સચિન-જીગરની જોડીના મ્યુઝિકે ફિલ્મને ચાર ચાંદ લગાવ્યા છે. ફિલ્મનું 'ઘણું જીવો' સોંગ પણ તમને ગમશે.

આવી છે એક્ટિંગ !

ગુજ્જુભાઈ ફરી તેમની આગવી અદામાં મોજ કરાવે છે. સિદ્ધાર્થ રાંદેરિયાની ડાયલોગ ડિલીવરી અને કોમેડી ટાઈમિંગ જબરજસ્ત છે. આરોહી દર વખતની જેમ નેચરલ છે, લાગતું જ નથી કે તે એક્ટિંગ કરી રહી છે, એટલી સહજતાથી તેણે રોલ નિભાવ્યો છે. યશ સોની ટેલેન્ટેડ એક્ટર છે. જો કે ફિલ્મના ઈમોશનલ સીન્સમાં તે ક્યાંક ક્યાંક વીક પડે છે. અને ફિલ્મમાં હા અરૂણા ઈરાની પણ તમને લાંબા સમયે ગુજરાતી બોલતા જોવા મળશે.

કેમ જોવી જોઈએ ?

અફકોર્સ ગુજરાતી ફિલ્મ છે એટલે જોવી તો જોઈએ જ. પણ સાથે જો ફિલ્મના બેસ્ટ પાસાઓની વાત કરીએ તો સૌથી પહેલું આવે લોકેશન્સ. ડિરેક્ટર વિપુલ મહેતાએ શાનદાર લોકેશન્સ સિલેક્ટ કર્યા છે. અને તેને સિનેમેટોગ્રાફી દ્વારા અદભૂત કંડારાયા છે. કદાચ જોઈને તમને વેકેશન મનાવવા ઉત્તરાખંડ પણ પહોંચી જાવ. ઉત્તરાખંડનું કલ્ચર પણ ફિલ્મમાં અદભૂત રીતે ઝીલાયું છે.

આ પણ વાંચોઃMovie Review: એક લડકી કો દેખા તો એસા લગા

તો સરવાળે વાત કરીએ તો ઓવરઓલ ફિલ્મ એક સુપર્બ પેકેજ છે. વીક એન્ડમાં એક વખત તો જોઈ જ નાખો. મફતની સલાહ છે, લેવી હોય તો લેજો !

movie review