23 December, 2022 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટૉમ ક્રૂઝ
ટૉમ ક્રૂઝ દર વર્ષે ક્રિસમસ પર તેના ઘણા ફ્રેન્ડ્સને કેક મોકલે છે, પરંતુ તેણે આજ સુધી એ કેકને ટેસ્ટ નથી કરી. આ કેક લૉસ ઍન્જલસમાં આવેલા વુડલૅન્ડ હીલ્સની ડોએન બેકરીની ફેમસ વાઇટ ચૉકલેટ કોકોનટ કેક છે. આ કેકની કિંમત પચાસ ડૉલર રૂપિયા છે. તે દર વર્ષે તેના ૨૦૦-૩૦૦ ફ્રેન્ડ્સને આ કેક મોકલે છે. તેના ફ્રેન્ડ્સનું લિસ્ટ દર વર્ષે મોટું થઈ રહ્યું છે. જોકે નવાઈની વાત એ છે કે તેણે આ કેકને ખૂબ જ ફેમસ બનાવી હોવા છતાં તેણે આ જ સુધી એ કેકને ટેસ્ટ સુધ્ધાં નથી કરી. તેણે ગયા વર્ષે કેક પાછળ અંદાજે ૧૩,૮૦૦ ડૉલર રૂપિયા ચૂકવ્યા હોવાની ચર્ચા છે.