હૉલીવુડની સ્ટ્રાઇક માટે સાત આંકડામાં ડોનેશન કર્યું ‘ધ રૉક’ ડ્વેઇન જૉન્સને

27 July, 2023 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધ સ્ક્રીન ઍક્ટર્સ ગિલ્ડ-અમેરિકન ફેડરેશન ઑફ રેડિયો ઍન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ્સ ફાઉન્ડેશન રિલીફ ફન્ડે આર્થિક મદદ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ૨૭૦૦ સેલિબ્રિટીઝને લેટર લખ્યો હતો

ડ્વેઇન જૉન્સ

હૉલીવુડમાં ચાલી રહેલી ધ સ્ક્રીન ઍક્ટર્સ ગિલ્ડ-અમેરિકન ફેડરેશન ઑફ રેડિયો ઍન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ્સની હડતાળને સપોર્ટ કરતા રેસલરમાંથી ઍક્ટર બનેલા ડ્વેઇન જૉન્સને ભારે રકમ ડોનેટ કરી છે. જે પણ ઍક્ટર્સની આર્થિક સ્થિતિ નબળી છે તેમને એ રકમમાંથી મદદ કરવામાં આવશે. ધ સ્ક્રીન ઍક્ટર્સ ગિલ્ડ-અમેરિકન ફેડરેશન ઑફ રેડિયો ઍન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ્સ ફાઉન્ડેશન રિલીફ ફન્ડે આર્થિક મદદ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ૨૭૦૦ સેલિબ્રિટીઝને લેટર લખ્યો હતો. એ લેટર મળતાં જ ડ્વેઇનની ટીમે એ ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો અને તેમને મદદ કરી હતી. એને લઈને આ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ કૉર્ટની બી. વેન્સે કહ્યું કે ‘જે પ્રકારે તેં જરૂરતના સમયે મદદ કરી છે એને જોઈને અન્યોને પણ સ્થિતિની માહિતી મળશે. ડ્વેને અમારી કમ્યુનિટી માટે જે પ્રકારે ઉદારતા અને પહેલ દેખાડી છે એ ખરેખર ખૂબ અગત્યની છે. હું એ હજારો લોકો જેમને મદદ મળવાની છે તેમના તરફથી આ ઐતિહાસિક ડોનેશન્સ માટે આભાર વ્યક્ત કરું છું.’
ડ્વેઇન જૉન્સને કેટલી રકમની મદદ કરી છે એ જાણવા નથી મળ્યું. ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સિડ વિલ્સને કહ્યું કે ‘આ સૌથી મોટી રકમ છે જે એક જ વ્યક્તિ પાસેથી એકસાથે આપવામાં આવી છે. સૌથી વિશેષ વાત એ છે કે આ ચેકથી હજારો ઍક્ટર્સને જમવાનું મળી રહેશે. આ ડોનેશનથી શરૂઆત થઈ જશે, પરંતુ અમારે લાંબા ગાળા માટે જોઈએ છે.’

dwayne johnson hollywood news television news entertainment news