Spider-Man: Across the Spider-Verse : ફિલ્મમાં જોવા મળશે ઇંડિયન સ્પાઇડર-મૅન

02 January, 2023 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મને 2 જૂન 2023 માં દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના ટ્રેલરમાં 50 કરતાં પણ વધુ સ્પાઇડર-મૅનને રિવિલ કરવામાં આવ્યા છે.

સોની ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

૨૦૧૮માં આવેલી સોનીની ‘સ્પાઇડર-મૅન : ઇનટૂ ધ સ્પાઇડર વર્સ (Spiderman : Into the Spider Verse)’ એનિમેટેડ ફિલ્મે દુનિયામાં પોતાની અનોખી સ્ટાઇલથી દુનિયાભરના સ્પાઇડર-મૅનનાં ફૅન્સને ખુશ કર્યા હતાં. આ ફિલ્મમાં મુખ્ય ‘સ્પાઇડર-મૅન પીટર પાર્કર’ના મૃત્યુ બાદ કેવી રીતે એક 14 વર્ષનો છોકરો ‘માઇલ્સ મૉરાલ્સ (Miles Morales) સ્પાઇડર-મૅન’ બને છે અને શહેરને બચાવે છે તે ફિલ્મની સ્ટોરીમાં દર્શાવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં એક કે બે નહીં પણ ૬ સ્પાઇડર-મૅનના અવતારની સ્ટોરી દર્શવામાં આવી હતી. ફિલ્મમાં કેવી રીતે જુદી-જુદી દુનિયા, ભૂતકાળ અને ભવિષ્યથી અલગ-અલગ રંગ, રૂપ અને અવતારના સ્પાઇડર-મૅન એકસાથે મળીને શહેરને ‘કિંગ-પિન, ગ્રીન ગોબલીનથી’ બચાવે છે અને પોતાની દુનિયામાં પાછા જવા માટેના પ્રયત્નો કરે છે તે આ ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં હતું.

આ ફિલ્મનો બીજો ભાગ સ્પાઇડર-મૅન : અક્રૉસ ધ સ્પાઇડર વર્સ (Spider-Man : Across the Spider-Verse)ના ટ્રેલરને ૬ વર્ષ બાદ લૉન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મને 2 જૂન 2023 માં દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના ટ્રેલરમાં 50 કરતાં પણ વધુ સ્પાઇડર-મૅનને રિવિલ કરવામાં આવ્યા છે. ફિલ્મના પહેલા ભાગથી ‘ગ્વેન સ્ટેસી સ્પાઇડર-ગર્લ (Spider-Girl)’ માઇલ્સ મૉરાલ્સને મલ્ટીવર્સની દુનિયામાં લઈ આવે છે જ્યાં દરેક સમયના, અને દુનિયાના સ્પાઇડર-મૅન એક સાથે જોવા મળી રહ્યા છે. ટ્રેલર પ્રમાણે ફિલ્મની સ્ટોરી માઇલ્સ મૉરાલ્સના પિતાના મૃત્યુ બાદ આગળ વધારવામાં આવશે. ફિલ્મના ટ્રેલરમાં અનેક સીન ફિલ્મના પહેલાના ભાગના છે જેથી આ ફિલ્મનુ બીજું ટ્રેલર આપણને આ વર્ષે જોવા મળશે એવી આશા છે.

સ્પાઇડર-મૅન : અક્રૉસ ધ સ્પાઇડર વર્સનું ટ્રેલર જ્યારથી લૉન્ચ કરવામાં આવ્યું છે ત્યારથી સ્પાઇડર-મૅનના ફૅન્સ ઇંડિયન વેરિએંટના સ્પાઇડર – મૅનને જોવા ખૂબ જ ઉત્સાહી છે અને ઇંડિયન સ્પાઇડર – મૅનની ચર્ચા કરતાં જોવા મળી રહ્યા છે. ટ્રેલરનું ટોટલ રન-ટાઇમ 2 મિનિટ અને 30 સેકેન્ડ્સનું છે અને ટ્રેલરમાં એક સીનમાં સ્પાઇડર-મૅન ભારતમાં મુંબઈ જેવી એક જગ્યામાં આવે છે અને તે સીનમાં ઇન્ડિયન મ્યૂઝિક અને હિન્દીમાં લખાણ લખેલું જોવા મળે છે. ટ્રેલર લૉન્ચ પહેલા સોની ઈન્ડિયાએ ભારતનો સ્પાઇડર-મૅનનો લૂક કેવો હશે એ લૉન્ચ કર્યું હતું અને ઇંડિયન વેરિએન્ટના સ્પાઇડર – મૅનને પવિત્ર પ્રભાકર (Pavitr Prabhakar)આ નામ આપવામાં આવ્યું છે. ભારતના સ્પાઇડર-મૅનને પોતાની પાવર સ્પાઇડર કરડવાથી નહીં પણ ઋષિ પાસેથી મળે છે જે વર્ષ 2004 માં સ્પાઇડર-મૅન – ઈન્ડિયા (Spider - Man : India) નામની કૉમિકમાં પહેલી વાર જોવા મળ્યો હતો.

 

આ ફિલ્મમાં એક નવા પ્રકારની એનિમેટેડ સ્ટાઇલ વાપરવામાં આવી છે જેને લીધે ફિલ્મમાં દરેક સીન એક જુદો અને આશ્ચર્ય ચકિત કરનારો અનુભવ દર્શકોને આપશે. આ ફિલ્મને ફક્ત સોની પિક્ચર એનિમેશન (Sony Picture Animation) દ્વારા બનાવવામાં આવશે.

(વિરેન છાયા)

hollywood news spider-man sony entertainment television the amazing spider-man marvel upcoming movie