15 March, 2023 02:48 PM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
વિલ સ્મિથ
ઑસ્કર અવૉર્ડમાંથી વિલ સ્મિથ પર કરવામાં આવેલા ઘણા જોક્સને એડિટ કરવામાં આવ્યા હતા. ૯૫માં ઑસ્કર અવૉર્ડ્સમાં વિલ સ્મિથને હાજર રહેવાની પરવાનગી નહોતી, કારણ કે એ પહેલાંના અવૉર્ડ્સમાં તેણે સ્ટેજ પર જઈને કૉમેડિયન ક્રિસ રૉકને તમાચો મારી દીધો હતો. આથી આ વર્ષના અવૉર્ડ્સમાં એ ઘટના પર ઘણા જોક્સ કરવામાં આવ્યા હતા. આ શોના હોસ્ટ જિમી કિમલે એ જોક્સ કર્યા હતા. જોકે એમાં મોટા ભાગના જોક્સને એડિટ કરી નાખવામાં આવ્યા હતા. આ ઇવેન્ટની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને જિમી કિમલની પત્ની મોલી મૅક્નેર્નીએ કહ્યું કે ‘અમે નહોતાં ઇચ્છતાં કે આ વર્ષે અમે ગયા વર્ષની જ વાત કરીએ. હું એ નહીં કહી શકુ કે વિલ સ્મિથના એવા કેટલા જોક્સ હતા જેને અમે કાઢી નાખ્યા છે. લોકો માટે જેટલા સારા હતા એનો અમે સમાવેશ કર્યો છે. એવા ઘણા જોક્સ હતા જે ખૂબ જ સિરિયસ હતા, પરંતુ અમને નહોતું લાગ્યું કે અમારે એ કરવું જોઈએ. એ ક્રિસ રૉક કરી શકે, અમે નહીં. ગયા વર્ષે તેને જે રીઍક્શન મળ્યાં હતાં એની મજાક બનાવવી અમને ગમ્યું હતું.’