અબજોપતિ કિમે બહેન સાથે મુંબઈમાં કરી રિક્ષા-સવારી

13 July, 2024 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને પહેલી વાર સાથે ઇન્ડિયા આવી છે અને તેમનાથી શક્ય એટલો તમામ એક્સ્પીરિયન્સ મુંબઈમાં લેવા માગે છે.

અબજોપતિ કિમે બહેન સાથે મુંબઈમાં કરી રિક્ષા-સવારી

અબજોપતિ અને દુનિયાભરમાં લોકપ્રિય કિમ કર્ડાશિયન મુંબઈમાં રિક્ષામાં સવારી કરતી જોવા મળી હતી. તે તેની બહેન ક્લોઈ કર્ડાશિયન સાથે મુંબઈ આવી છે. બન્ને બહેનો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં હાજરી આપવા મુંબઈ આવી છે. મુંબઈ આવતાં જ ઍરપોર્ટ પર તેમને ફોટોગ્રાફર્સ ઘેરી વળ્યા હતા. તેઓ કોલાબાની તાજ હોટેલમાં રોકાઈ છે. મુંબઈ આવી એના બીજા જ દિવસે બન્ને મુંબઈમાં ટૂરિસ્ટની માફક ફરતી જોવા મળી હતી. વાઇરલ થયેલા વિડિયોમાં કિમના કપાળ પર તિલક જોવા મળી રહ્યું છે તો ક્લોઈ પણ ટ્રેડિશનલ બિંદીમાં જોવા મળી હતી. બન્ને પહેલી વાર સાથે ઇન્ડિયા આવી છે અને તેમનાથી શક્ય એટલો તમામ એક્સ્પીરિયન્સ મુંબઈમાં લેવા માગે છે.

kim kardashian khloe kardashian Anant Ambani Radhika Merchant Wedding mumbai mumbai travel hollywood news entertainment news life masala