26 February, 2024 10:38 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
કેનેડિયન અભિનેતા કેનેથ મિશેલ જેરીકો (તસવીર સૌજન્ય: એક્સ)
ફરી એકવાર ફિલ્મી જગતમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે જાણીતા હોલીવુડ કેનેડિયન અભિનેતા કેનેથ મિશેલ જેરીકોનું શનિવારે મૃત્યુ (Kenneth Mitchell No More) થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ALS રોગને કારણે આ અભિનેતાએ દુનિયાને અલવિદા કરી છે.
મિશેલ તેની પત્ની સુસાન મે પ્રેટ અને બાળકો સાથે લોસ એન્જલસમાં રહેતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેતાનો જન્મ 25 નવેમ્બર, 1974ના રોજ ટોરોન્ટોમાં ડિયાન અને ડેવિડ મિશેલને ત્યાં થયો હતો.
કૅનેડિયન અભિનેતા (Kenneth Mitchell No More) કૅપ્ટન માર્વેલ અને સ્ટાર ટ્રેક ડિસ્કવરીમાં તેની ભૂમિકાઓ માટે ટે ખૂબ જ જાણીતો રહ્યો છે. હવે આ અભિનેતાએ 49 વર્ષની વયે પોતાના પ્રાણ ગુમાવ્યા છે. અભિનેતાના નિધનના સમાચાર તેના પરિવારે સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતા.
ક્યારથી અભિનેતાને આ રોગ લાગુ પડ્યો હતો?
તમને જણાવી દઈએ કે આ અભિનેતા (Kenneth Mitchell No More)નું ૨૦૨૦માં એમિઓટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસનું નિદાન થયું હતું, આ રોગ લૂ ગેહરિગ રોગ તરીકે પણ ઓળખાય છે. એમિઓટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસએ એક જીવલેણ બીમારી છે. એવું કહેવાય છે કે આ બીમારીને કારણે ધીમે ધીમે માણસના મગજ અને કરોડરજ્જુના ચેતા કોષોને ગંભીર અસર પહોંચતી હોય છે.
વર્ષ 2020માં એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાના આ બીમારીના નિદાન અંગે વાત કરી હતી. અને કહ્યું હતું કે, "હું તે દ્રશ્ય જોઈ રહ્યો હતો જ્યાં કોઈને કહેવામાં આવે છે કે તેમને ટર્મિનલ બીમારી છે. તે માત્ર એક સંપૂર્ણ અવિશ્વાસ હતો, મારા માટે એક આંચકો હતો."
પરિવારના સભ્યોએ શું કહ્યું?
તમને જણાવી દઈએ કે કેનેડિયન અભિનેતા કેનેથ મિશેલ જેરીકો (Kenneth Mitchell No More)ના અવસાન પર તેના પરિવારે જણાવ્યું હતું કે `ભારે દુઃખ સાથે અમે અમારા પ્રિય પિતા, પતિ, ભાઈ, કાકા, પુત્ર અને પ્રિય મિત્ર કેનેથ એલેક્ઝાન્ડર મિશેલના નિધનની જાહેરાત કરીએ છીએ.`
50થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું
તે કેનેડામાં રહેતો હતો. તેણે અત્યસુધી તેની કારકિર્દીમાં 50થી પણ વધુ ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. ખાસ કરીને આ અભિનેતા (Kenneth Mitchell No More)નું નામ પડે છે ત્યારે વર્ષ 2019ની ‘કેપ્ટન માર્વેલ’ સીરિઝ યાદ આવી જે છે. જેમાં તેણે કેરોલ ડેનવર્સના પિતાની ભૂમિકા ભજવીને પોતાના અભિનયના કામણ પાથર્યા હતા. આ સાથે જ વર્ષ 2004ની હોકી ફિલ્મ ‘મિરેકલ’માં ઓલિમ્પિકની ભૂમિકા તેણે ભજવી હતી. આ બંને ભૂમિકાઓ તેમના જીવનની યાદગાર ભૂમિકાઓ છે.
વર્ષ 2017થી 2021 સુધી આ અભિનેતાએ ‘સ્ટાર ટ્રેક: ડિસ્કવરી’માં ક્લિંગન્સ કોલ, કોલ-શા અને ટેનાવિકની સાથે ઓરેલિયોની ભૂમિકા ભજવી હતી. મિશેલે ‘જેરીકો’, ‘ધ એસ્ટ્રોનોટ વાઈવ્સ ક્લબ’ ટે ઉપરાંત ‘સ્વિચ્ડ એટ બર્થ’ વગેરે જેવા ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું હતું.