બેન ઍફ્લેકની ૧૨૦૦ કરોડની સંપત્તિમાંથી અડધી સંપત્તિ જેનિફર લોપેઝે માગી

13 July, 2024 10:06 AM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

બેન ઍફ્લેક હાલમાં એક રિયલિટી શોમાં ગયો હતો એ સમયે તેણે જેનિફરની મજાક ઉડાડી હતી એ વાતનો પણ જેનિફરને ગુસ્સો છે.

જેનિફર લોપેઝ અને બેન ઍફ્લેક

જેનિફર લોપેઝ અને બેન ઍફ્લેક ડિવૉર્સ લેવાનાં છે. ૨૦૨૨માં લગ્ન કરનાર આ દંપતી છેલ્લા કેટલાક મહિનાથી મુશ્કેલીમાં હતું. એક ઑનલાઇન રિપોર્ટ અનુસાર પૉપ સેન્સેશન જેનિફર લોપેઝે બેન ઍફ્લેકના ૧૫૦ મિલ્યન ડૉલરની સંપત્તિમાંથી અડધી મિલકત માગી છે. જેનિફર લોપેઝ ઍફ્લેકની લગભગ ૧૫૦ મિલિયન ડૉલર એટલે કે ૧૨૦૦ કરોડ રૂપિયાની સંપત્તિમાંથી અડધી માગે છે. જેનિફર લોપેઝની પોતાની સંપત્તિ ૩૦૦૦ કરોડ રૂપિયા છે છતાં તેણે બેન ઍફ્લેકની સંપતિમાંથી અડધી સંપતિ માગી છે. એની પાછળનું કારણ એવું કહેવાય છે કે તેણે આ રિલેશનશિપમાં જેટલા પૈસા ખર્ચ્યા છે તેમ જ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ માટે તેને હવે વળતર જોઈએ છે. જેનિફર લોપેઝ કહે છે કે આ રિલેશનશિપમાં તેણે હાર નહોતી માની અને તે લગ્નને વધુ એક ચાન્સ આપવા માટે તૈયાર હતી, પરંતુ બેન ઍફ્લેક આ લગ્નજીવનમાંથી અલગ થવા માગતો હતો એથી જેનિફરને એ વાતનો ગુસ્સો છે. બેન ઍફ્લેક હાલમાં એક રિયલિટી શોમાં ગયો હતો એ સમયે તેણે જેનિફરની મજાક ઉડાડી હતી એ વાતનો પણ જેનિફરને ગુસ્સો છે. બેન ઍફ્લેકે પહેલાં જેનિફર ગાર્નર સાથે લગ્ન કર્યાં હતાં. તેમને ત્રણ બાળકો છે જેમનાં નામ વાયલેટ, શેરાફીના અને સૅમ્યુઅલ છે. જેનિફર લોપેઝે એ અગાઉ માર્ક ઍન્થની સાથે લગ્ન કર્યાં હતાં અને તેમને ટ્‌વિન્સ છે જેમનાં નામ મૅક્સ અને એમી છે.

ben affleck jennifer lawrence hollywood news entertainment news life masala