જેનિફર લોપેઝ અને બેન ઍફ્લેક ધામધૂમથી ફરી કરશે લગ્ન

20 July, 2022 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૨માં આ બન્ને રિલેશનશિપમાં હતાં અને તેમણે સગાઈ પણ કરી લીધી હતી. જોકે બે વર્ષ બાદ બન્ને અલગ થઈ ગયાં હતાં.

બેન ઍફ્લેક અને જેનિફર લોપેઝ

હૉલીવુડ સિંગર જેનિફર લોપેઝ અને ઍક્ટર બેન ઍફ્લેક હવે ધામધૂમથી ફરી લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેમણે હાલમાં જ લાસ વેગસમાં લગ્ન કરી લીધાં છે. ૨૦૦૨માં આ બન્ને રિલેશનશિપમાં હતાં અને તેમણે સગાઈ પણ કરી લીધી હતી. જોકે બે વર્ષ બાદ બન્ને અલગ થઈ ગયાં હતાં. જોકે તેમનાં બન્નેનાં લગ્નનો અંત આવતાં તેમની વચ્ચે ફરી નજદીકી વધી હતી. લાગ વેગસમાં પ્રાઇવેટમાં લગ્ન કર્યા બાદ હવે તેઓ જ્યોર્જિયામાં ફૅમિલી અને ફ્રેન્ડ્સની સાથે મળીને સેરેમની અને પાર્ટીનું આયોજન કરી રહ્યાં છે. તેમણે હજી સુધી કોઈ હનીમૂનનું પ્લાનિંગ નથી કર્યું. જેનિફરનું માનવું છે કે બેન ઍફ્લેક સાથે રોજ જ હનીમૂન જેવું ફીલ થાય છે. તેમનાં લગ્નમાં બન્નેનાં બાળકો અને ક્લોઝ ફ્રેન્ડ્સ હાજરી આપશે.

hollywood news ben affleck jennifer lopez entertainment news