01 August, 2022 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિસ રૉક અને વિલ સ્મિથ
ઑસ્કર અવૉર્ડ્સમાં ક્રિસ રૉકને થપ્પડ માર્યા બાદ વિલ સ્મિથે એક વિડિયો શૅર કરીને માફી માગી છે એને જોતાં ક્રિસે જણાવ્યું કે જો બધા પોતાને પીડિત માનશે તો ખરા અર્થમાં પીડિત લોકોનું કોણ સાંભળશે. અવૉર્ડ્સ દરમ્યાન કૉમેડિયન ક્રિસ રૉકે વિલ સ્મિથની વાઇફ જેડા પિન્કેટના વાળને લઈને મજાક કરી હતી એ સાંભળતાં વિલ સ્મિથ રોષે ભરાયો હતો અને સ્ટેજ પર જઈને તેણે ક્રિસને તમાચો મારી દીધો હતો. આ ઘટનાની ચોમેર ચર્ચા થઈ હતી. હવે વિલને પણ પોતાના કર્યા પર પસ્તાવો થઈ રહ્યો છે. એને જોતાં ક્રિસે વિલની સરખામણી ‘ડેથ રો રેકૉર્ડ્સ’ના સીઈઓ સુગે નાઇટ સાથે કરી હતી. પોતાની રિપ્લાય આપતાં ક્રિસ રૉકે કહ્યું કે ‘દરેક જણ પોતાને પીડિત ગણાવવાનો પ્રયાસ કરે છે. જો દરેક જણ પીડિત હોવાનો દાવો કરશે તો પછી જે ખરા અર્થમાં પીડિત હશે તેમનું કોઈ નહીં સાંભળે. મને પણ સુગે સ્મિથે (સુગે નાઇટ)તમાચો માર્યો હતો, પરંતુ હું બીજા જ દિવસે કામ પર ગયો હતો.’