નવા પ્રકારના સ્કિન-કૅન્સરથી લોકોને ચેતવ્યા હ્યુ જૅકમૅને

05 April, 2023 05:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હ્યુ જૅકમૅનને ૨૦૧૩માં સ્કિન-કૅન્સર થયું હતું

હૉલીવુડ સ્ટાર હ્યુ જૅકમૅન

હૉલીવુડ સ્ટાર હ્યુ જૅકમૅને હાલમાં જ એક નવા પ્રકારના સ્કિન-કૅન્સરને લઈને લોકોને ચેતવ્યા છે. તેણે હાલમાં જ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને હવે તે સ્કિન- કૅન્સરને લઈને ઘણી ટેસ્ટ કરાવવા જઈ રહ્યો છે. હ્યુ જૅકમૅનને ૨૦૧૩માં સ્કિન-કૅન્સર થયું હતું અને ત્યાર બાદ તેણે લગભગ છ વાર પ્રોસીજર કરાવી છે. હ્યુ જૅકમૅને હાલમાં જ એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેણે તેના નાક પર બૅન્ડેજ લગાવેલી દેખાઈ રહી છે. આ ફોટો સાથે હ્યુ જૅકમૅને કહ્યું કે ‘સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. તમે ભલે ગમે એટલી ટૅન સ્કિનની આશા રાખતા હો, પરંતુ સનસ્ક્રીન ન લગાવવું એ મૂર્ખામી છે. મારા પર વિશ્વાસ કરો. ૨૫ વર્ષ પહેલાં મને આ થયું હતું અને હવે ફરી પાછું થઈ રહ્યું છે. સનસ્ક્રીન લગાવો અને ત્યાર બાદ તડકામાં નીકળો. મહેરબાની કરીને સેફ રહો.’

entertainment news hollywood news hugh jackman cancer