29 August, 2023 05:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લૉરેન ગૉટલીબ
લૉરેન ગૉટલીબે તેના બૉયફ્રેન્ડ ટોબિઆઝ જોન્સ સાથે સગાઈ કરી લીધી છે. ડાન્સર અને ઍક્ટર લૉરેને ઘણા બધા ફોટો શૅર કરીને તેની સગાઈના સમાચાર આપ્યા છે. તે ઘણા સમયથી ટોબિઆઝ સાથે રિલેશનશિપમાં હતી અને આ ફોટો શૅર કરીને તેણે કહ્યું છે કે સારા સમયની હજી શરૂઆત થઈ છે. આ ફોટો શૅર કરતાંની સાથે લૉરેને કૅપ્શન આપી હતી કે ‘હું એક મિલ્યન વાર તને હા પાડીશ. ટોબિઆઝ, હું ઑફિશ્યલી હંમેશાં માટે તારી થઈ ગઈ છું. તું મારા સપનાનો રાજકુમાર છે. મને હંમેશાંથી ખબર હતી કે એક પર્ફેક્ટ કૉમ્બિનેશનવાળો વ્યક્તિ હશે જે સુપર ડ્રિવન, સ્પોન્ટેનિયસ, ફની અને વાઇલ્ડ હોવાની સાથે પ્રેમાળ, વિનમ્ર, કૅરિંગ અને શાંત હશે. તારામાં આ દરેક વસ્તુ છે અને એનાથી પણ વધુ છે. લૉસ ઍન્જલસથી લંડનના આપણા પહેલા ફોન કૉલ દરમ્યાન જ મને ખબર પડી ગઈ હતી કે આપણે એકબીજાની લાઇફમાં રહેવાનું ડિઝર્વ કરીએ છીએ. એ દોઢ વર્ષમાં આપણે આપણા માટે પ્રેમ અને રિસ્પેક્ટનું એક ફાઉન્ડેશન તૈયાર કર્યું હતું. મને ખુશી છે કે આપણા રસ્તા એકબીજા સાથે ક્રૉસ થયા અને આપણે પ્રેમમાં પડ્યાં. મારી લાઇફમાં પ્રેમ અને હૅપીનેસ લાવવા માટે તારો આભાર. તારી ફિયાન્સે બનવા માટે હું દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ છું. એક નવી અને સારી લાઇફની હજી તો શરૂઆત થઈ છે.’
લૉરેન વિશે તેના ડિરેક્ટર અને વિડિયો ક્રીએટર બૉયફ્રેન્ડ ટોબિઆઝે લખ્યું કે ‘લૉરેન તું અંદરથી અને બહારથી પણ ખૂબ જ સુંદર વ્યક્તિ છે અને હું પોતાને નસીબદાર માનું છું કે મને તારી સાથે પૂરી લાઇફ પસાર કરવાની તક મળી છે. તારી સાથે રહ્યા બાદ હવે હું તારા વગર આ દુનિયાને ઇમૅજિન પણ નથી કરી શકતો. દુનિયાભરનો અનુભવ અને મેમરીઝ બનાવવા માટે હું ખૂબ જ આતુર છું. મને ખબર હતી કે તું એક પર્ફેક્ટ મહિલા છે અને તને મળવાની મને ખુશી છે.’