25 વર્ષ બાદ જેમ્સ કેમરોનનો Titanicને લઈ ખુલાસો, ક્લાઈમેક્સ પર કહી આ વાત

19 December, 2022 06:30 PM IST  |  New York | Gujarati Mid-day Online Correspondent

તાજેતરમાં જ જેમ્સ કેમરોને ટાઇટેનિકના ક્લાઈમેક્સ સીનને લઈને 25 વર્ષથી ચાલી રહેલી ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યું છે.

જેમ્સ કેમરોન

જાણીતા ફિલ્મ નિર્માતા જેમ્સ કેમરોન (James Cameron)ની ફિલ્મ `અવતાર 2` (Avatar 2)બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. દુનિયાભરમાં Avatar: The Way Of Water 2 દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. જેમ્સ કેમેરોનના કામની વાહવાહી કરવામાં આવી રહી છે. આની વચ્ચે ડાયરેક્ટરે આઈકૉનિક ફિલ્મ ટાઈટેનિ (Titanic)ને લઈ મોટો ખુલાસો કર્યો છે.     

જૅકના મૃત્યુ પર ચર્ચા ચાલી રહી છે
તાજેતરમાં જ જેમ્સ કેમરોને ટાઇટેનિકના ક્લાઈમેક્સ સીનને લઈને 25 વર્ષથી ચાલી રહેલી ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યું છે. ખરેખર, ફિલ્મના છેલ્લા સીનમાં હીરો જે રીતે હીરોઈનનો જીવ બચાવવા માટે પોતાનું બલિદાન આપે છે. આજે પણ દર્શકો તેમના વિશે આશ્ચર્યચકિત છે. જેક (અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયો)ના મૃત્યુને લોકો પચાવી શકતા નથી, જ્યારે બર્ફીલા દરિયામાં માત્ર હિરોઈન રોઝ (કેટ વિન્સલેટ) જ બચી જાય છે. આના પર જેમ્સે કહ્યું કે ફિલ્મની સ્ટોરીની ડિમાન્ડ પર જેકનું મોત જરૂરી હતું.

ટાઈટેનિકના આ સીન પર લોકો સવાલ ઉઠાવે છે
વર્ષ 1997માં રિલીઝ થયેલી ટાઇટેનિકનું દિગ્દર્શન જેમ્સ કેમરોન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને 14 ઓસ્કાર નોમિનેશન મળ્યા અને 11 એવોર્ડ જીતીને ઈતિહાસ નોંધાયો. ટાઈટેનિક આજે પણ ઈતિહાસમાં માઈલસ્ટોન ફિલ્મ સાબિત થઈ છે. આ ફિલ્મને પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો અને મોટાભાગના પ્રેક્ષકોનું માનવું હતું કે જેક એટલે કે લિયોનાર્ડોને ફિલ્મમાં બચાવી શકાયા હોત. લોકો દલીલ કરે છે કે લાકડાના તે ટુકડા પર બે લોકો માટે પૂરતી જગ્યા હતી, તેથી માત્ર નાયિકા બચી હતી તે ખોટું છે. સોશિયલ મીડિયા પર આને લઈને મીમ્સ પણ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો:Year Ender 2022: આ વર્ષે આ સેલેબ્સે કર્યાં લગ્ન, જુઓ તસવીરોમાં એક ઝલક

જેકનું મૃત્યુ વૈજ્ઞાનિક હતું
આ ચર્ચા પર પોસ્ટ મીડિયા સાથે વાત કરતા જેમ્સ કેમરોને કહ્યું કે જેકના મૃત્યુ અંગે વૈજ્ઞાનિક રીતે દલીલ કરવામાં આવી છે. તેણે કહ્યું કે તે બર્ફીલા પાણીમાં જેકનું મૃત્યુ વૈજ્ઞાનિક હતું. અમે સંપૂર્ણ તપાસ અને પ્રેક્ટિસ પછી આ ક્લાઈમેક્સ બતાવ્યો. કેમરોને કહ્યું, "આ ચર્ચાને વિરામ આપવા માટે અમે ફરી એકવાર વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો છે. હાઈપોથર્મિયા નિષ્ણાત સાથે ફોરેન્સિક વિશ્લેષણ કર્યા પછી અમે એક રસપ્રદ માહિતી આપવા જઈ રહ્યા છીએ જે ફેબ્રુઆરીમાં બહાર આવશે."

આ પણ વાંચો: ‘અવતાર’ની સીક્વલ ફ્લૉપ રહી તો પછી એક પણ ફિલ્મ બનાવવામાં નહીં આવે : જેમ્સ કૅમરુન

ડાયરેક્ટરે જણાવ્યું કે, અમે કેટ અને લિયો (ટાઈટેનિક સ્ટાર્સ) જેવા બૉડી ટેમ્પ્રેચર વાળા બે સ્ટન્ટ લોકોને તેમની અંદર સેન્સર લગાવીને અમે તેમને બરફના પાણીમાં નાખી દીધા, એવો પ્રયોગ કરવા માટે કે શું તેઓ કોઈ પણ રીતે જીવતા રહી શકે છે? ત્યારે અમને જાણવા મળ્યુ કે બંનેના બચાવાનો કોઈ રસ્તો નથી, માત્ર એક જ જીવતો રહી શકતો હતો. 

 

 

 

 

 

hollywood news titanic james cameron entertainment news leonardo dicaprio