21 December, 2022 03:28 PM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
જૉની ડેપ અને ઍમ્બર હર્ડ
ઍમ્બર હર્ડે હવે લીગલ સેટલમેન્ટમાં તેના એક્સ-હસબન્ડ જૉની ડેપને ફક્ત એક મિલ્યન ડૉલર આપવાના રહેશે. જૉની અને ઍમ્બરે ડિવૉર્સ લીધા હતા. જોકે ત્યાર બાદ ઍમ્બરે એક ન્યુઝપેપરમાં કહ્યું હતું કે તે જે રિલેશનશિપમાં હતી એમાં તેને તેના પાર્ટનર દ્વારા મારવામાં આવતી હતી અને રેપ પણ કરવામાં આવ્યો હતો. એથી તેના એક્સ-હસબન્ડ જૉનીએ તેના પર કેસ કર્યો હતો. આ કેસમાં જૉની જીતી ગયો હતો અને કોર્ટ દ્વારા ઍમ્બરને ટોટલ પંદર મિલ્યન ડોલર ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું. જૉનીની પણ થોડી ભૂલ હોવાથી તેને પણ બે મિલ્યન ડૉલર ઍમ્બરને ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે ઍમ્બર પાસે આટલા પૈસા નથી અને તે ચૂકવી શકે એમ ન હોવાથી તેણે કોર્ટને વિનંતી કરી હતી. કોર્ટે તેને હજી થોડી ઓછી રકમ કરી આપી હતી. જોકે એમ છતાં ઍમ્બર ભરી શકે એમ નહોતું. આથી ઍમ્બરે કોર્ટમાં ફરી અરજી કરી હતી કે કોર્ટ દ્વારા કેટલીક ભૂલ કરવામાં આવી છે અને એથી આ કેસને ફરી ઓપન કરવામાં આવે. જોકે હવે ઍમ્બરે જૉની સાથે કોર્ટની બહાર સેટલમેન્ટ કરી લીધું છે. જૉની ડેપની વકીલે કહ્યું હતું કે જૉની માટે પૈસા ક્યારેય મહત્ત્વના નહોતા. તે ફક્ત અને ફક્ત સત્ય બહાર લાવવા માગતો હતો. આથી જૉનીએ ફક્ત એક મિલ્યન ડૉલર લેવાનું નક્કી કર્યું છે. આ પૈસા પણ જૉની ચૅરિટીમાં આપી દેવાનો છે.