15 May, 2023 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલી ફઝલ અને વિન ડીઝલ
અલી ફઝલે હાલમાં જ રોમમાં ‘ફાસ્ટ X’ના પ્રીમિયરમાં હાજરી આપી હતી અને એના ઍક્ટર વિન ડીઝલની ખૂબ પ્રશંસા કરી હતી. અલી ફઝલ હૉલીવુડની ‘ફાસ્ટ ઍન્ડ ધ ફ્યુરિયસ’ની સાતમી ફ્રૅન્ચાઇઝીમાં દેખાયો હતો. ‘ફાસ્ટ X’માં અલી ફઝલે કામ નથી કર્યું, પરંતુ તે માત્ર એના પ્રીમિયરમાં હાજર રહ્યો હતો. એ પ્રીમિયરમાં વિન ડીઝલ સાથેનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અલી ફઝલે કૅપ્શન આપી હતી, ‘કોલોસિયમમાં ‘ફાસ્ટ X’નું પ્રીમિયર ધમાકેદાર રહ્યું હતું. વિન ડીઝલ, તમે આપેલા પ્રેમ માટે આભાર. તમે ખૂબ દયાળુ છો અને ‘ફાસ્ટ’ની ફૅમિલીના પ્રાણ છો. આ ટીમ સાથે જોડાવાનો ગર્વ થાય છે. (ખાસ નોંધ- હું આ ‘ફાસ્ટ X’માં નથી, પરંતુ તેમનો પ્રેમ મને અહીં લઈ આવ્યો.) મનીષ મલ્હોત્રા, તારા વિઝનને મારી સ્ટાઇલ પ્રમાણે દેખાડવા માટે આભાર.’