19 May, 2023 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલી ફઝલ
અલી ફઝલે તેની જેરાર્ડ બટલર સાથેની ઍક્શન-થ્રિલર ફિલ્મ ‘કંદહાર’નો પોતાનો લુક શૅર કર્યો છે. આ લુક પોસ્ટરમાં અલી એક રણની વચ્ચે ડર્ટ બાઇક પર જોવા મળી રહ્યો છે. આ ફિલ્મને સાઉદી અરેબિયાના અલ ઉલા રીજનમાં શૂટ કરવામાં આવી છે અને એને અમેરિકામાં ૨૬ મેએ રિલીઝ કરવામાં આવશે. આ ફોટો શૅર કરીને અલીએ કૅપ્શન આપી હતી કે ‘મોટી સ્ક્રીનને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવવામાં આવી છે. અહીં હું એની એક ઝલક દેખાડી રહ્યો છું, કારણ કે અહીં રણમાં કેટલીક જોરદાર ઍક્શન જોઈ શકશો. કેટીએમ પર હું ડર્ટ બાઇકિંગ કરી રહ્યો છું. મારી આગામી ફિલ્મ ‘કંદહાર’ને ૨૬ મેએ થિયેટર્સમાં જોઈ શકો છો.’