16 February, 2023 04:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટૉમ ક્રૂઝની સલાહ આજીવન યાદ રાખશે અલી ફઝલ
આ ઇવેન્ટમાં હાજર ટૉમ ક્રૂઝ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અલીએ કૅપ્શન આપી હતી, ‘ઍકૅડેમીની લંચની ઇવેન્ટમાં હાજર રહેવું અદ્ભુત હતું. ટૅલન્ટથી છલોછલ આખા રૂમમાં એક્સ્ટ્રાઑર્ડિનરી ટૉમ ક્રૂઝ સૌથી વધુ ઉદાર હતા. તેમણે આપેલી સલાહને હું આજીવન યાદ રાખીશ. બીજો ફોટો મારા માટે અતિશય ગર્વની ક્ષણ હતી.’
ટૉમ ક્રૂઝે હૉલીવુડને બચાવ્યું છે : સ્ટીવન સ્પીલબર્ગ
સ્ટીવન સ્પીલબર્ગનું કહેવું છે કે ટૉમ ક્રૂઝે તેની ‘ટૉપ ગન : મૉવરિક’ દ્વારા હૉલીવુડને બચાવી લીધી છે. સ્ટીવન સ્પીલબર્ગની ‘ધ ફેબલમૅન્સ’ અને ટૉમ ક્રૂઝની ‘ટૉપ ગન : મૉવરિક’ ઑસ્કરમાં બેસ્ટ પિક્ચરની રેસમાં છે. બન્ને ઑસ્કર દ્વારા આયોજિત લંચની ઇવેન્ટમાં જોડાયા હતા. એ દરમ્યાન ટૉમ ક્રૂઝની પ્રશંસા કરતાં સ્ટીવન સ્પીલબર્ગે કહ્યું કે ‘તે હૉલીવુડને બચાવી લીધું છે. તે થિયેટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશનને પણ ઉગારી લીધું છે. ખરેખર ‘ટૉપ ગન : મૉવરિક’એ આખી થિયેટર ઇન્ડસ્ટ્રીને પણ બચાવી લીધી છે.’