ઇન્ટિમેટ સૉન્ગ જાનમ હોવા છતાં બૅડ ન્યુઝને સેન્સર બોર્ડે આપ્યું U/A સર્ટિફિકેટ

12 July, 2024 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો સાથે મળીને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.

વિકી કૌશલની ફિલ્મ ‘બૅડ ન્યુઝ’

વિકી કૌશલની ફિલ્મ ‘બૅડ ન્યુઝ’ને સેન્સર બોર્ડે U/A સર્ટિફિકેટ આપ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે તૃપ્તિ ડિમરી અને પંજાબી ઍક્ટર-સિંગર એમી વિર્ક પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ૧૯ જુલાઈએ રિલીઝ થવાની છે. એનું ‘તૌબા તૌબા’ ગીત ખૂબ ફેમસ થયું છે અને વિકીનાં ડાન્સ સ્ટેપ્સ તો લોકોને ખૂબ ગમી રહ્યાં છે. આ ફિલ્મ બે કલાક અને બાવીસ મિનિટની છે. ફિલ્મમાં ડ્રામા, ઍક્શન અને કૉમેડી પણ જોવા મળશે. ફિલ્મને આનંદ​ તિવારીએ ડિરેક્ટ કરી છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો સાથે મળીને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.

vicky kaushal bollywood news bollywood entertainment news bollywood gossips