`નુક્કડ` ફેમ ગુજરાતી પીઢ અભિનેતા સમીર ખખ્ખરનું 71 વર્ષની વયે નિધન

15 March, 2023 04:46 PM IST  |  Mumbai | Nirali Kalani

ગુજરાતી રંગભૂમિ, ટી.વી. સીરિયલ અને ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકાર સમીર ખખ્ખરનું અવસાન થયું છે. આજે સવારે દસ વાગે બોરીવલીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે.

સમીર ખખ્ખર

ગુજરાતી રંગભૂમિ, ટી.વી. સીરિયલ અને ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકાર સમીર ખખ્ખરનું 71 વર્ષની વયે નિધન થયું છે. જેમણે  પ્રખ્યાત ટીવી શ્રેણી નુક્કડમાં ખોપડીનું અદ્ભૂત પાત્ર ભજવ્યું હતું. અભિનેતાએ રાત્રે દસ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. આજે સવારે 10 વાગે બોરીવલી ખાતે દિગ્ગજ અભિનેતા સમીર ખખ્ખરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. 

અભિનેતાના ખખ્ખરના ભાઈ ગણેશ ખખ્ખરે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં જણાવ્યું કે ગઈ કાલે એટલે મંગળવારે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. અને બપોર પછી તેમણે બેચેની થતી હોવાથી ડૉક્ટરને ઘરે બોલાવ્યા તો તેમણે કહ્યું કે સમીરભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. હોસ્પિટલમાં તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યાં. ICUમાં દાખલ થયાં બાદ ધીરે ધીરે તેમના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું અને અંતે તેમણે દેહ છોડી દીધો. 

અભિનેતાએ રંગભૂમિ, ટી.વી. સીરિયલ અને ફિલ્મ જગતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. ટીવી શ્રેણી નુક્કડમાં ખોપડીનું પાત્ર ભજવી તેમણે દર્શકોના દિલમાં અનોખું સ્થાન મેળવ્યું હતું. છેલ્લા તેમણે વેબ સીરિઝ ફર્ઝીમાં અભિનય કર્યો હતો. 

સમીર ખખ્ખરે અભિલાષ ઘોડાની ટીવી શ્રેણી સાંકડી શેરીમાં પણ અદ્ભૂત અભિનય કર્યો હતો. અભિનતાના એકાએક અવસાનથી તેમને પણ આઘાત લાગ્યો છે. તેમણો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સમીર ખખ્ખરના અવસાન પર શોક વ્યરક્ત કર્યો છે. 

સમીર ખખ્ખરે પોતાના કરિયરની શરૂઆત `નુક્કડ`થી કરી અને પછી તેને `સર્કસ`માં ચિંતામણિનો રોલ પણ નિભાવ્યો હતો. આ બધા સિવાય `શ્રીમાન શ્રીમતી`માં અભિનેતાનો ફિલ્મ ડાયરેક્ટર ટોટોનો રોલ પણ દર્શકોને ખુબ જ ગમ્યો હતો. `સંજીવની`માં પણ ગુડ્ડુ માથુરના રોલમાં તેમને ચાહકોનો અઢળક પ્રેમ મળ્યો હતો. 

dhollywood news Gujarati Natak gujarati film