midday

‘કચ્છ એક્સપ્રેસ’ દ્વારા ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરશે ટીવી-ઍક્ટર વિરાફ પટેલ

26 November, 2022 06:19 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અનેક ટીવી-સિરિયલમાં કામ કરનાર વિરાફ પટેલ હવે ગુજરાતી ફિલ્મમાં હાથ અજમાવી રહ્યો છે.
 ‘કચ્છ એક્સપ્રેસ’ દ્વારા ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરશે ટીવી-ઍક્ટર વિરાફ પટેલ

‘કચ્છ એક્સપ્રેસ’ દ્વારા ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરશે ટીવી-ઍક્ટર વિરાફ પટેલ

અનેક ટીવી-સિરિયલમાં કામ કરનાર વિરાફ પટેલ હવે ગુજરાતી ફિલ્મમાં હાથ અજમાવી રહ્યો છે. તે ‘કચ્છ એક્સપ્રેસ’માં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં ઍક્ટિંગની સાથે તેણે સ્ક્રિનપ્લેમાં પણ મદદ કરી છે. ઍક્ટિંગમાં કરીઅર બનાવતાં અગાઉ તે મર્ચન્ટ નેવીમાં ૧૯૯૯થી ૨૦૦૪ સુધી સેવા આપી ચૂક્યો છે. ત્યાર બાદ ૨૦૦૫માં ‘ધ ગ્રાસિમ મિસ્ટર ઇન્ડિયા’નો ખિતાબ પણ તે જીત્યો હતો. તેણે ‘મમ્મી પંજાબી’ દ્વારા ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તે ‘હનુમાન દા દમદાર’ અને ‘કોઈ જાને ના’માં પણ જોવા મળ્યો હતો. હવે ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં તેની સાથે રત્ના પાઠક શાહ, માનસી પારેખ, દર્શિલ સફરી અને ધર્મેન્દ્ર ગોહિલ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે ૬ જાન્યુઆરીએ રિલીઝ થશે. 

Whatsapp-channel
dhollywood news kutch gujarati film