31 October, 2023 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રિશા ઑન ધ રૉક્સ ફિલ્મની જાહેરાત
જાનકી બોડીવાલાનો ગઈ કાલે બર્થ-ડે હતો અને તેણે તેની આગામી ગુજરાતી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. ફિલ્મનું નામ છે ‘ત્રિશા ઑન ધ રૉક્સ’. આ ફિલ્મનું પોસ્ટર જાનકીએ શૅર કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે હિતેન કુમાર અને રવિ ગોહિલ પણ જોવા મળશે. આ ફિલ્મને ક્રિષ્ણદેવ યાજ્ઞિકે ડિરેક્ટ કરવાની સાથે એની સ્ટોરી પણ લખી છે. જાનકી ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રીમેકમાં પણ દેખાવાની છે. એ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન, આર. માધવન અને જ્યોતિકા પણ દેખાશે. ‘િત્રશા ઑન ધ રૉક્સ’નું જે પોસ્ટર શૅર કરવામાં આવ્યું છે એમાં જાનકી મૉડર્ન અને નિર્ભય દેખાઈ રહી છે. તેનો અડધો ચહેરો વાળથી ઢંકાયેલો છે. આ પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જાનકીએ કૅપ્શન આપી હતી, ‘મારી આગામી ફિલ્મની જાહેરાત કરું છું. ક્રિષ્ણદેવ યાજ્ઞિક અને આખી ટીમનો હું આભાર માનું છું. આના માટે હું હંમેશાં આભારી રહીશ.’