24 October, 2024 04:56 PM IST | Ahmedabad | Bespoke Stories Studio
પ્રોડ્યુસર જીગર ચૌહાણ અને મલ્હાર ઠાકરની હ્યુમરથી ભરપૂર સસ્પેન્સ થ્રિલર ફિલ્મ "લોચા લાપસી
ગુજરાત : જીગર ચૌહાણ પ્રોડક્શન્સ અને ટિકિટ વિન્ડો એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી ફિલ્મ "લોચા લાપસી- ઓન ધ વે" 20મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. પ્રોડ્યુસર જીગર ચૌહાણ અને અભિનેતા મલ્હાર ઠાકર દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ એક કોમેડી, સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે જે સામાન્ય કોમેડીથી હટકે હ્યુમરથી ભરેલી છે. ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે મલ્હાર ઠાકર છે જેમણે અનેક હિટ ફિલ્મો આપી છે. તેમની સાથે વૈભવી ઉપાધ્યાય, ચેતન ધાનાણી અને ચિરાગ વોરા પણ અત્યંત મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. અદ્ભૂત સ્ક્રીન પ્લે દર્શાવતી આ ફિલ્મ સચિન બ્રહ્મભટ્ટ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. મૌલિન પરમાર દ્વારા લિખિત આ ફિલ્મ દર્શકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે
ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો ભાસ્કર જોશી (મલ્હાર ઠાકર) એક એન્જીનીયર હોય છે કે જેમણે એક ડિવાઈઝ બનાવ્યું છે જે કોઈપણ પ્રકારનું લોક ખોલી શકે છે. પોતાના કામ અર્થે તેઓ કચ્છ-ભુજ તરફ જતાં હોય છે ત્યારે તેમની કેબમાં પંચર પડે છે અને કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે તેઓ લિફ્ટ માંગે છે અને એક પોલીસ ઓફિસરની વાઈફ પણ આ જ કારમાં સવાર હોય છે. આ સમયગાળામાં વાર્તામાં એક નવો જ વળાંક આવે છે. આ કારમાં એક ડેડબોડી હોય છે અને ત્યાર બાદ એક પછી એક સસ્પેન્સ ખૂલે છે. શું ભાસ્કર આ સ્થિતિમાંથી બહાર નીકળી શકશે કે પછી તે પોતે પણ આ મામલામાં ફસાઈ જશે તે જાણવા માટે ફિલ્મ જોવી જરૂરી છે. પણ ટૂંકમાં કહીએ તો "લોચા લાપસી - ઓન ધ વે" એ કોમેડી અને સસ્પેન્સનું અદ્દભૂત મિશ્રણ છે જે દર્શકોને તેમની સીટ પર જકડી રાખે છે.
વધુમાં તેઓ જણાવે છે કે, "એક સારી અને સફળ ફિલ્મ બનાવવા માટે દરેક પાસાં મહત્વના છે. ફિલ્મની સ્ટોરી થી લઈને સ્ટાર કાસ્ટ, એડિટિંગ, મ્યુઝિક બધું જ ખૂબ મહત્વનું છે. ફિલ્મ બનીને તૈયાર થાય અને રિલીઝ ડેટ નક્કી થાય ત્યાં સુધીનો દરેક દિવસ એક પ્રોડ્યુસર માટે ખૂબ જ મહત્વનો હોય છે. કોઈની પાસે પૈસા હોય અને ફિલ્મ બની જાય તેવું હોતું નથી. ફિલ્મનું બજેટ કાંઈપણ હોય પરંતુ એક સારી ફિલ્મ બનીને બહાર ના આવે તો કોઈ અર્થ નથી. મારી વાત કરું તો મને મારી ગુજરાતી ભાષા પ્રત્યે ઘણો પ્રેમ છે અને હું ઈચ્છું છું કે આપણી ભાષાને આગળ વધારવામાં કાંઈક રીતે હું મારું યોગદાન આપું અને જે લોકો આમ કરવા માંગતા હોવ તેમને પણ મદદરૂપ બની શકું."
છેલ્લાં 10 જેટલાં વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એ ઘણો વિકાસ કર્યો છે અને દરેક એક્ટર, પ્રોડ્યુસર, ડિરેક્ટર બધા જ ખૂબ મહેનત કરી રહ્યાં છે. તેથી જ આટલી સારી ફિલ્મો બની રહી છે. એવામાં એક અન્ય ફિલ્મનો ઉમેરો થવાનો છે, "લોચા લાપસી- ઓન ધ વે." હ્યુમરથી ભરેલી આ ફિલ્મ સિનેમાઘરોમાં 20મી સપ્ટેમ્બર થી ચાલી રહી છે અને દર્શકોને પસંદ આવી રહી છે.