midday

રણવીરની કૉપી કરી પ્રતીક ગાંધીએ?

01 November, 2022 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રતીક ગાંધી ચાર વર્ષ બાદ ગુજરાતી ફિલ્મમાં ફરી કામ કરી રહ્યો છે
પ્રતીક ગાંધી, દીક્ષા જોશી, રણવીર સિંહ

પ્રતીક ગાંધી, દીક્ષા જોશી, રણવીર સિંહ

પ્રતીક ગાંધીએ તેની આગામી ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓ ને’માં રણવીર સિંહની કૉપી કરી હોય એવું લાગી રહ્યું છે. તે ચાર વર્ષ બાદ ગુજરાતી ફિલ્મમાં ફરી કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે દીક્ષા જોશી પણ જોવા મળશે. આ ફિલ્મમાં દીક્ષા ફૅશન-ડિઝાઇનર હોય છે અને તે પ્રતીક સાથે ફૅશન ટ્રેન્ડને લઈને અખતરો કરતી રહે છે. તે પ્રતીકને એક સ્ટૅચ્યુ સમજે છે અને રણવીર સિંહ જેવાં કપડાં તેને પહેરાવે છે. આથી ઘણી વાર પ્રતીક તેના પર ગુસ્સે થતો જોવા મળે છે. એના કારણે ઘણા ટ્વિસ્ટ અને ટર્ન આવે છે. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી લીડ હીરો સુમિત ગાંધીના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ આ શુક્રવારે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે.

Whatsapp-channel
entertainment news dhollywood news Deeksha Joshi Pratik Gandhi ranveer singh