14 July, 2024 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાટક ‘એકલવ્ય’
ગુજરાતી રંગભૂમિ પર તાજેતરમાં જ આવેલું નવું નાટક ‘એકલવ્ય’ લોકોને પસંદ પડી રહ્યું છે. ભરત નારાયણદાસ ઠક્કર દ્વારા નિર્મિત અને વિપુલ મહેતા દ્વારા લિખિત-દિગ્દર્શિત આ નાટકમાં કૃત્તિકા દેસાઈ, મેહુલ બુચ અને સ્મિત ગણાત્રા મુખ્ય ભૂમિકાઓમાં છે. પ્રેક્ષકોની જિજ્ઞાસા સતત વધારતી ઘટનાઓની ગૂંથણી, ડબલ રિવૉલ્વિંગ સ્ટેજની મદદથી આંખના પલકારામાં બદલાતાં દૃશ્યો અને કાબિલેદાદ પ્રકાશ-આયોજનને કારણે આ નાટક એક આગવી છાપ ઊભી કરવામાં સફળ થયું છે.