હૉરર ફિલ્મ ‘ઝમકુડી’ લઈને આવી રહી છે માનસી પારેખ

01 December, 2023 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં માનસીની સાથે સંજય ગોરડિયા, વિરાજ ઘેલાણી, પાર્થિવ ગોહિલ, ઓજસ રાવલ, ભૌમિક આહિર, હેતલ મોદી અને નિસર્ગ ​ત્રિવેદી લીડ રોલમાં દેખાશે.

માનસી પારેખ, ઉમંગ વ્યાસ, વિરાજ ઘેલની

માનસી પારેખે તેની આગામી ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ એક હૉરર ફિલ્મ છે. આ ફિલ્મમાં માનસીની સાથે સંજય ગોરડિયા, વિરાજ ઘેલાણી, પાર્થિવ ગોહિલ, ઓજસ રાવલ, ભૌમિક આહિર, હેતલ મોદી અને નિસર્ગ ​ત્રિવેદી લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મને ઉમંગ વ્યાસ ડિરેક્ટ કરશે. ફિલ્મને માનસી અને પાર્થિવે અન્ય પ્રોડ્યુસર્સ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે.​ ફિલ્મના ક્લૅપ બોર્ડ સાથે ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને માનસીએ કૅપ્શન આપી હતી, ‘ગુજરાતી હૉરર ફિલ્મ ‘ઝમકુડી’નું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ૨૦૨૪માં ‘ઝમકુડી’ આવી રહી છે.’

manasi parekh entertainment news dhollywood news gujarati film upcoming movie