માનસી પારેખની ફિલ્મ ઝમકુડીનું ટીઝર રિલીઝ, કયું છે આ ગામ, જ્યાં છે ડાકણનો પ્રકોપ

24 April, 2024 08:17 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

માનસી પારેખ અને પાર્થિવ ગોહિલના પ્રોડક્શન હાઉસ સોલ સૂત્ર સ્ટુડિયોના બેનર હેઠળ બનેલી આ ગુજરાતી ફિલ્મ ઝમકુડીનું ટીઝર આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટીઝરની શરૂઆત ગામડાંના દ્રશ્યથી થાય છે.

તસવીર સૌજન્ય યૂટ્યૂબ

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મોમાં નવા ટ્રેન્ડ્સની સાથે નવા જૉનરમાં પણ ફિલ્મો બનવાની શરૂ થઈ છે. ગુજરાતી ફિલ્મો પ્રેક્ષકોને થિયેટર સુધી લઈ આવવા માટે સફળ બની છે ત્યારે ગોળકેરી, કચ્છ એક્સપ્રેસ જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ સોલ સૂત્ર સ્ટુડિયોના બેનર હેઠળ વધુ એક ગુજરાતી ફિલ્મ પોતાના રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ એટલે માનસી પારેખ, વિરાજ ઘેલાણી સ્ટારર ઝમકુડી. આ ફિલ્મ 31મે 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આજે ફિલ્મ ઝમકુડીનું (Film Jhamkudi Teaser) ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

માનસી પારેખ અને પાર્થિવ ગોહિલના પ્રોડક્શન હાઉસ સોલ સૂત્ર સ્ટુડિયોના બેનર હેઠળ બનેલી આ ગુજરાતી ફિલ્મ ઝમકુડીનું ટીઝર (Film Jhamkudi Teaser) આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટીઝરની શરૂઆત ગામડાંના દ્રશ્યથી થાય છે. આ ગામનું નામ ધણીવાડા છે, અહીં ડાકણનો પ્રકોપ છે એવો અવાજ પાછળથી સંભળાઈ રહ્યો છે. આ ડાયલૉગ્સ છે જેમાં આખું ગુજરાત નવરાત્રીમાં ગરબાં કરતું હોય ત્યારે આ ગામમાં ભયનો અંધકાર ફેલાયેલો હોય છે. ફિલ્મનું પોસ્ટર જ દર્શાવે છે કે આ ફિલ્મમાં હૉરર તો ચોક્કસ જોવા મળશે પણ હવે જે પ્રકારની સાઉન્ડ ઇફેક્ટ્સ છે, અને સંજય ગોરડિયા અને ચેતન દૈયાનો જે સીન છે તેના પર આ ફિલ્મમાં કૉમેડીનું ફ્લેવર પણ ઉમેરાયેલું જોવા મળી રહ્યું છે. આની સાથે જ ફિલ્મમાં જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણી સહિત, ઓજસ રાવલ અને જયેશ મોરે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

ફિલ્મ ઝમકુડીનું ટીઝર (Gujarati Film Jhamkudi) રિલીઝ કરવાની સાથે જ ફિલ્મ 31મી મે 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ફિલ્મનું ટીઝર માનસી પારેખ ગોહિલે પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ શૅર કર્યું છે. આ ટીઝર સાથે તેમણે લખ્યું છે, "શું તમે ડૅર માટે તૈયાર છો? ઝમકુડીનું ઑફિશિયલ ટીઝર જુઓ અને તમને તૈયાર કરો લાફ્ટર અને ફિયરના ડૉઝ માટે. ટીઝર જુઓ અને કૉમેન્ટ બૉક્સમાં શૅર કરો તમારી પ્રતિક્રિયાઓ."

ફિલ્મમાં માનસી પારેખની સાથે સંજય ગોરડિયા, વિરાજ ઘેલાણી, પાર્થિવ ગોહિલ, ઓજસ રાવલ, ભૌમિક આહિર, હેતલ મોદી અને નિસર્ગ ​ત્રિવેદી લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મને ઉમંગ વ્યાસ ડિરેક્ટ કરશે. ફિલ્મને માનસી અને પાર્થિવે અન્ય પ્રોડ્યુસર્સ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે.​ ફિલ્મના લેખક હેથ ભટ્ટ છે. જ્યારે ડિરેક્ટર ફોટોગ્રાફી ડોપટીટુની છે. પ્રૉડક્શન ડિઝાઈનર નિખિલ કોવાલે છે, કૉસ્ચ્યુમ ડિઝાઈનિંગ ગૌરી ડિઘેનું છે. મ્યૂઝિક બંદિશ પ્રૉજેક્ટ, શદાબશમી, અઘોરી મ્યૂઝિકનું છે. જ્યારે લિરિક્સ નિરેન ભટ્ટ, પ્રિયા સરૈયા અને અઘોરી મ્યૂઝિકના છે. 

ફિલ્મ ઝમકુ઼ડીનું ટીઝર રિલીઝ થયા બાદ ચાહકો આ ફિલ્મના ટ્રેલર માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આની સાથે જ ફિલ્મ ઝમકુડી 31મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

manasi parekh ojas rawal Sanjay Goradia dhollywood news gujarati inflluencer gujarati film upcoming movie gujarati mid-day exclusive shilpa bhanushali