25 February, 2020 05:42 PM IST | Mumbai Desk
માનસી પારેખ ગોહિલ, વંદના પાઠક તેમજ સચિન ખેડેકર, તેમજ મલ્હાર ઠાકરની 28મી ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ ગોળકેરીનું વધુ એક નવું ગીત રિલીઝ થઇ ગયું છે. રિલીઝ થતાંની સાથે જ ગીતને લગભગ એક જ દિવસમાં 40 હજાર કરતાં વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ ફિલ્મનું પહેલું ગીત 'સોણી ગુજરાત'ની પાર્થિવ ગોહિલ સાથે મિકા સિંહે ગુજરાતીમાં ગાયું છે. આ ગીત તો ખૂબ જ લોકપ્રિય બન્યું છે પણ તેની સાથે સાથે હવે આ નવું ગીત જે રવિવારે રિલીઝ કરવામાં આવ્યું છે, અમસ્તુ અમસ્તુ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. ગોળકેરી ફિલ્મ મરાઠી ફિલ્મ 'મુરાંબા' પરથી બનાવવામાં આવી છે. તેના ડાયરેક્ટર વિરલ શાહ છે અને વિરલ સાથે મળીને અમાત્ય ગોરડિયાએ આબાદ અડાપ્ટ કરી છે.
આ પણ જુઓ : આ રીતે બન્યું 'ગોળકેરી'નું મસ્ત અથાણું
ગીતમાં મલ્હાર અને માનસી એટલે કે સમોસું અને હસ્સુનો પ્રેમ કેવી રીતે ધીમે ધીમે પાંગરી રહ્યો છે તે સુપેરે જોવા મળે છે. ગીત સાંભળ્યા પછી ફિલ્મ પ્રત્યેની ઉત્કંઠા વધી જાય તે સ્વાભાવિક છે. આ ફિલ્મમાં માનસી સ્ટેન્ડઅપ કોમેડિયનનો રોલ કરી રહી છે. આ પ્રકારનું પાત્ર કોઇ ગુજરાતી અભિનેત્રી ફિલ્મના પડદે નિભાવી રહી છે. માનસી અને મલ્હાર અગાઉ 'ડુ નોટ ડિસ્ટર્બ' નામની વેબસિરીઝમાં સાથે અભિનય કરી રહ્યા છે. અભિનેત્રી અને ગાયક તરીકે પોતાની જાતને સાબિત કરી ચૂકેલી માનસી આ ફિલ્મમાં પ્રૉડ્યુસર તરીકેની જવાબદારી પણ નિભાવી રહી છે.