#MaJa Ni Wedding: આ તારીખે પરણશે મલ્હાર ઠાકર અને પૂજા જોષી, તમે પણ સેવ કરી લેજો ડેટ

11 November, 2024 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

#MaJa Ni Wedding: મલ્હાર ઠાકર અને પૂજા જોષી ૨૬ નવેમ્બરે ફરશે મંગળ ફેરા, કપલે સોશ્યલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને લગ્નની ડેટ જાહેર કરી

મલ્હાર ઠાકર અને પૂજા જોષીના વેડિંગ ઇન્વાઇટના વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનગ્રેબ (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Film Industry)ના આ વર્ષના મોસ્ટ અવેટેડ વેડિંગ એટલે અર્બન ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar) અને પૂજા જોષી (Puja Joshi)ના લગ્ન. છેલ્લા ઘણા સમયથી પૂજા અને મલ્હારના રિલેશનની અફવાઓને કપલે ગત અઠવાડિયે વિરામ આપ્યો હતો અને રિલેશનશિપની જાહેરાત કરી હતી. ત્યારબાદ આજે મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ તેમના લગ્નની તારીખ (Malhar Thakar and Puja Joshi announces wedding date) જાહેર કરી છે. તેમણે આ લગ્નને #MaJa Ni Wedding નામ આપ્યું છે. મલ્હાર અને પૂજા ૨૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ લગ્ન કરશે.

મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ જ્યારથી રિલેશનશિપની અને લગ્ન કરીશું એવી જાહેરાત કરી ત્યારથી ફેન્સ તેમની લગ્ન તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. સાંભળવામાં આવ્યું હતું કે, તેઓ ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં લગ્ન કરશે પછી એવા સમાચાર આવ્યા હતા કે, નવેમ્બર મહિનાના અંતમાં તેઓ લગ્ન કરશે. અનેક મીડિયા ઇન્ટરવ્યુમાં જ્યારે મલ્હાર અનેપ પૂજાને લગ્ન વિશે પુછવામાં આવતું ત્યારે તેમણે મૌન રાખવાનું પસંદ કર્યું હતું અને કહ્યું હંમેશા એમ જ કહ્યું હતું કે, અમે જલ્દી લગ્ની ડેટ સાથે જાહેર કરીશું. આખરે આજે એ દિવસ આવી ગયો છે. કપલે સોશ્યલ મીડિયા (Social Media) પર એક વીડિયો પોસ્ટ કરીને ‘સેવ ધ ડેટ’નો વીડિયો જાહેર કર્યો છે. સાથે જ તેમણે તેમની લવ સ્ટોરીની ગ્લિમ્પસ શૅર કરી છે. આ લગ્નને તેમણે હૅશટેગ આપ્યું છે, #MaJa Ni Wedding.

વીડિયો શૅર કરતા સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘હરખ ની હેલી અને વ્હાલ નું વાવાઝોડું || બન્ને ના પરિવારે ભેગા થઈ ને અમને ‘’*Save the Date*’’ નો વિડિયો બનાવવાનું કહેલ છે।। (ઈ લોકો ને વોટ્સએપ પર બધા ને ચગાવવું છે) ?????? #trend you know guysisss ..!! આ છે એની પ્રસ્તુતિ , આશીર્વાદ ની અપેક્ષા !! ❤️ #MaJa’

અહીં જુઓ મલ્હાર ઠાકર – પૂજા જોષી (Malhar Thakar – Puja Joshi Wedding)ના લગ્નનું આમંત્રણઃ

આ ઍનિમેટેડ વીડિયોમાં મલ્હાર ઠાકર અને પૂજા જોષીની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે. #MaJa Ni Weddingના લોગો સાથે તેમની રિલેશનશિપને સમજાવતાં ઇમોજીસ, કાર્ટુન કૅરેક્ટર અને મુંબઈ-અમદાવાદનું કનેક્શન દેખાડવામાં આવ્યું છે. આગળ લખ્યું છે, ૨૮ જુન - એક જ બર્થ-ડે ડેટ શૅર કરનાર બન્નેના સ્ટાર્સ શરુઆતથી જ મળતા હતા. ‘વાત વાત માં’વૅબ સિરીઝ દરમિયાન તેમની પહેલી મુલાકાત થઈ. ફિલ્મના કૉ-સ્ટાર તરીકે શરુ થયેલી સફર બેસ્ટ ફ્રેન્ડ સુધી પહોંચી અને ધીમે-ધીમે તે ખીલી. કૉફી ડેટ્સ હાર્ટફેલ્ટ કન્વર્સેશન અને ડીપર કનેક્શનમાં પરિણમી. તેમણે સાથે મળીને ગોલ્ડન ટેમ્પલની હૂંફમાં શાંતિ અને આશીર્વાદ મેળવ્યા. તેમનો પ્રેમ દરિયાઓને પાર કરીને ઓસ્ટ્રેલિયા પહોંચ્યો જ્યાં તેમણે મેમરીઝ ક્રિએટ કરી. હવે તેઓ તેમની હેપીલી એવર આફ્ટર ચેપ્ટરની શરુઆત કરવા જઈ રહ્યાં છે. કારણકે લગ્નના બંધનમાં બંધાવવાના છે. આ પછી તેમણે લગ્ન તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૪ની જાહેરાત કરી છે.

કપલે શૅર કરેલા આ વીડિયો પર સેલિબ્રિટી અને ફેન્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

૩૪ વર્ષીય અભિનેતા મલ્હાર ઠાકર મૂળ અમદાવાદ (Ahmedabad)નો છે અને ૩૨ વર્ષીય અભિનેત્રી પૂજા જોષી મુંબઈ (Mumbai)ની છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ગુજરાતી વિધિસર અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ધામધૂમથી લગ્ન કરશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં લગ્ન બાદ કપલ મુંબઈમાં ગ્રાન્ડ પાર્ટી આપશે.

નોંધનીય છે કે, મલ્હાર ઠાકર અને પૂજા જોષીની પહેલી મુલાકાત કોવિડ દરમિયાન વૅબ સિરીઝ ‘વાત વાતમાં’ (Vaat Vaat Ma)ના શૂટિંગ દરમિયાન થઈ હતી. ત્યારે શરુ થયેલી દોસ્તી ધીમે-ધીમે પ્રેમમાં પરિણમી અને હવે લગ્નના મંપડ સુધી પહોચી છે.

તમને જણાવી દઈએ કે, મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ વૅબ સિરીઝ ‘વાત વાતમાં’ સિઝન વન અને ટૂ, ફિલ્મ ‘વીર ઈશાનું સિમંત’ (Veer-Isha Nu Seemant) અને ‘લગન સ્પેશ્યલ’ (Lagan Special)માં સાથે કામ કર્યું છે.

puja joshi celebrity wedding ahmedabad entertainment news dhollywood news gujarati film Gujarati Natak Gujarati Drama