16 February, 2024 06:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિત્ર ગઢવી , પૂજા જોશી , મલ્હાર ઠાકર
મિત્ર ગઢવીનું કહેવું છે કે મલ્હાર ઠાકર ખૂબ જ આળસુ માણસ છે. તેમની ‘લગન સ્પેશ્યલ’ ફિલ્મ હાલમાં જ રિલીઝ થઈ છે જેને સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. આ ફિલ્મમાં મિત્ર અને મલ્હારની સાથે પૂજા જોષીએ પણ કામ કર્યું છે. મલ્હાર વિશે કોઈને ખબર ન હોય એવી વાત પૂછતાં મિત્રએ કહ્યું કે ‘મલ્હાર ખૂબ જ સારો કવિ છે. તેની પાસે મ્યુઝિકનું પણ ખૂબ જ સારું ક્લેક્શન હોય છે. એક સમયે તેનું રીડિંગ પણ સારું હતું, પરંતુ હવે તેને સમય મળતો હશે કે કેમ એ પણ એક સવાલ છે. જોકે તે આળસુ પણ ખૂબ જ છે. અલગ પ્રકારનો આળસુ છે. કામ બાબતે તેને જરા પણ આળસ નથી. જોકે તમે એને કહો કે મારા ઘરે આવ તો તેની પાસે સો ટકા બહાનું હશે. જેટલાં વર્ષ અમે બોરીવલી અને કાંદિવલીમાં નજીક-નજીક રહ્યાં એટલાં વર્ષ હું જ કાંદિવલી ગયો છું, તે ક્યારેય બોરીવલી નથી આવ્યો. તેની આળસનાં તેની પાસે કારણ પણ હોય છે. તે એક વૉઇસ નોટ મોકલી દેશે, પરંતુ આપણને ખબર હશે કે તે ખોટું બોલી રહ્યો છે.’
મલ્હાર ઠાકર ઇન્ડસ્ટ્રીનો મારો સૌથી પહેલો બેસ્ટ ફ્રેન્ડ છે. તે જરા પણ ફેક નથી. મિત્ર ગઢવી પણ મારો સારો ફ્રેન્ડ છે.
પૂજા જોષી
હૉરર અથવા તો બ્લૅક મૅજિકવાળી ફિલ્મો કરવામાં પૂજાને ઇન્ટરેસ્ટ નથી.