‘કચ્છ એક્સપ્રેસ’નો શો થશે મૂક બધિરો માટે, જાણો મેકર્સ આ માટે શું કરી રહ્યા છે

10 January, 2023 04:51 PM IST  |  Mumbai | Rachana Joshi

પ્રોડ્યુસર પાર્થિવ ગોહિલ અને દિગ્દર્શક વિરલ શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં કર્યો ખુલાસો

‘કચ્છ એક્સપ્રેસ’ છઠ્ઠી જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ

રત્ના પાઠક શાહ (Ratna Pathak Shah), માનસી પારેખ (Manasi Parekh), ધર્મેન્દ્ર ગોહિલ (Dharmendra Gohil), દર્શિલ સફારી (Darsheel Safari) અને વિરાફ પટેલ (Viraff Patel)ની ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ (Kutch Express) અત્યારે થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. દર્શકો ચારેય તરફ ફિલ્મના વખાણ કરી રહ્યાં છે ત્યારે ફિલ્મના મેકર્સ દિગ્દર્શક વિરલ શાહ (Viral Shah) અને પ્રોડ્યુસર માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ (Parthiv Gohil)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આ ફિલ્મ મૂક બધિરો માટે પણ બનાવવામાં આવી રહી છે.

‘કચ્છ એક્સપ્રેસ’ છઠ્ઠી જાન્યુઆરીના રોજ થિયેટરમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં લગ્નેત્તર સંબંધ, સાસુ-વહુના સંબંધ, મા-દીકરાના સંબંધ, સખીઓના સંબંધની વાત છે. એક પતિ જેને પોતાના લગ્ન જીવનમાં રસ ન હોવાથી ઓફિસમાં લફરું કરે છે ત્યારે પત્ની પોતાના પતિને પાછો સંસારમાં લાવવા માટે જે પ્રયત્નો કરે છે તે બાબત બહુ સારી રીતે દર્શાવવામાં આવી છે. મેકર્સનું માનવું છે કે, આ રિજનલ ફિલ્મ દરેક સિનેમા પ્રેમી સુધી પહોંચવી જોઈએ. તે માટે તેઓ બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યાં છે. આ પ્રયત્નના ભાગરુપે મેકર્સે ફિલ્મને મૂક બધિરો માટે સ્પેશ્યલ શોનું આયોજન કરી રહ્યાં છે.

આ પણ જુઓ - ‘કચ્છ એક્સપ્રેસ’ના મેકર્સે જ્યારે આપ્યા રેપિડ ફાયરના જવાબ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં પાર્થિવ ગોહિલ અને વિરલ સાહે જણાવ્યું હતું કે, અત્યારે આ ફિલ્મ સાઇન લૅન્ગવેજમાં પણ તૈયાર કરવામાં આવી રહી છે. બહુ જલ્દી તેના શો પણ શરુ થઈ જસે. દર રવિવારે મૂક બધિરો માટે સ્પેશ્યલ શો રાખવામાં આવશે. જેમાં સબટાઇટલ નહીં પણ સાઇન લૅન્ગવેજમાં આખી ફિલ્મ હશે.

ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં રત્ના પાઠક શાહ, માનસી પારેખ, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શિલ સફારી અને વિરાફ પટેલની સાથે કૌશાંબી ભટ્ટ (Kaushabi Bhatt), કુમકુમ દાસ (Kumkum Das), હીના વર્દે (Heena Varde), રીવા રાચ્છ (Reeva Rachh), માર્ગી દેસાઇ (Margi Desai), ભૂમિકા બારોટ (Bhumika Barot), ડેનિશા ઘૂરમા (Denish Ghurma), ગરિમા ભારદ્વાજ (Garima Bhardwaj), પ્રિયંકા ચૌહાણ (Priyanka Chauhan), અનુજ શર્મા (Anuj Sharma), મોહમ્મદ અરમાન (Mohammad Arman), યુરી ગુબનોવ (Yury Gubnov) અને હેમાંગ બારોટ (Hemang Barot) પણ છે. આ ફિલ્મમાં સંગીત સચિન- જીગર (Sachin-Jigar)નું છે. ફિલ્મને પ્રોડ્યુસ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ (Parthiv Gohil)એ અને પ્રેઝન્ટ સૉલ સુત્રા (Soul Sutra) કરી રહ્યું છે. ફિલ્મના ડાયલૉગ્સ રામ મોરી (Raam Mori)એ લખ્યા છે.

ફિલ્મ લોકો સુધી પહોંચે તે માટે મેકર્સ દ્વારા કરવામાં આવી રહેલા અનોખા પ્રયાસને લોકોએ બિરદાવ્યો છે.

entertainment news dhollywood news gujarati film ratna pathak manasi parekh darsheel safary rachana joshi