21 July, 2019 10:50 AM IST | મુંબઈ
ધનસુખ ભવનથી મચ્છુ સુધી...આ ગુજરાતી ફિલ્મો પર રહેશે નજર
47 ધનસુખ ભવન
નૈતિક રાવલની અપકમિંગ ગુજરાતી ફિલ્મ 47 ધનસુખ ભવનના ટીઝર અને ટ્રેલર બંનેએ દર્શકોમાં ઉત્સુક્તા જગાવી છે. પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ હોવાને નાતે પણ '47 ધનસુખ ભવન' ખાસ છે. સાથ જ આ ફિલ્મની સ્ટોરી પણ તેનો પ્લસ પોઈન્ટ છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ જ દર્શકો ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યા હતા. ગેલોપ્સ ટોકિઝે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થવાની છે.
મોન્ટુની બિટ્ટુ
'મોન્ટુની બિટ્ટુ'ની ફિલ્મની કથા રામ મોરીને એક જાણીતા અખબારની કૉલમ લખવા દરમિયાન સૂજી હતી. એક યુવતીના લગ્નની સાચી ઉંમર કઈ આ સવાલના જવાબમાંથી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'ની કથા નીકળી. વિજયગિરી બાવાની ફિલ્મ મોન્ટુની બિટ્ટુ ઓગસ્ટમાં રિલીઝ થવાની છે. વિજયગિરી ફિલ્મોઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને ટ્વિંકલગિરી બાવાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં આરોહીની સાથે સાથે મૌલિક નાયક, મેહુલ સોલંકી, હેમાંગ શાહ અને હેપ્પી ભાવસાર દેખાશે.
મચ્છુ
લાંબા સમયથી ચર્ચામાં રહેલી ગુજરાતી ફિલ્મ 'મચ્છુ - એક્ટ ઓફ ગોડ' ફાઈનલી રિલીઝ થવા જઈ રહી છે. 1979માં મોરબીમાં થયેલી મચ્છુ જળ હોનારત પર આવી રહેલી ગુજરાતી ફિલ્મ ખૂબ જ મોટા પાયા પર બનાવવામાં આવી છે. આ પહેલા ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ મોશન પોસ્ટર પરથી જ અંદાજ આવી શકે છે કે ફિલ્મ કયા લેવલની છે. મચ્છુ જળ હોનારત પર બનેલી ફિલ્મની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.
ધુનકી
પ્રતીક ગાંધી અને દીક્ષા જોશીની ફિલ્મ 'ધૂનકી'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. પહેલીવાર પ્રતીક ગાંધી અને દીક્ષા જોશી સ્ક્રીન પર એક સાથે દેખાઈ રહ્યા છે. ત્યારે ટ્રેલરમાં બંનેની કેમેસ્ટ્રી જોવા લાયક છે. આ ઉપરાંત વિશાલ શાહ અને કૌશાંબી ભટ્ટ્ની એક્ટિંગ પણ દમદાર દેખાઈ રહી છે. ફિલ્મ ધૂનકી નામ પ્રમાણે જ એક ધૂનની વાત છે, જેની ફ્લેવર પણ તમને ટ્રેલરમાં જોવા મળશે. ફિલ્મ 26 જુલાઈએ રીલિઝ થવા જઈ રહી છે.
આ પણ જુઓઃ પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો
ગુજરાત ઈલેવન
હેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ 'ગુજરાત ઈલેવન' ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે. ગુજરાત ઈલેવનનું 90 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. અને બાકીનું શૂટિંગ આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે. બાદમાં ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલુ થશે. આ સાથે જ ફિલ્મ ઓગસ્ટમાં સિલ્વર સ્ક્રીન પર આવવા માટે રેડી છે. જયંત ગિલાટર ડિરેક્ટેડ આ ફિલ્મથી બોલીવુડની એક્ટ્રેસ ડેયઝી શાહ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે. ડેયઝી શાહની સામે આ ફિલ્મમાં જાણીતા ગુજરાતી સુપર સ્ટાર પ્રતીક ગાંધી જોવા મળશે.