28 December, 2018 06:05 PM IST |
'બાપ રે' ના શૂટિંગ દરમિયાનનો એક સીન
ફિલ્મ 'થઈ જશે' બાદ ડિરેક્ટર નિરવ બારોટ વધુ એક ફિલ્મ લઈને હાજર છે. ફિલ્મ 'થઈ જશે'માં શહેરમાં પોતાનું ઘર ખરીદવા પ્રયત્નો કરતા પરિવારની વાત હતી. આ વખતે નિરવ બારોટ એક પરિવારની જ વાત લઈને આવ્યા છે. નિરવ બારોટની આ અપકમિંગ ફિલ્મનું નામ છે 'બાપ રે'
'બાપ રે' ના શૂટિંગ દરમિયાનનો એક સીન
ડિરેક્ટર નિરવ બારોટની અપકમિંગ ફિલ્મ 'બાપ રે'નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. ટીઝરમાં ફેમિલી વચ્ચેની કેમેસ્ટ્રી દેખાઈ રહી છે. એક પિતાનો પોતાના પુત્ર માટેનો પ્રેમ ફિલ્મના ટીઝરમાં દર્શાવાયો છે. આ ફિલ્મમાં કિરણકુમારની સાથે લીડમાં રોનક કામદાર, ક્રીના શાહ, કુમકુમદાસ અને મમતા ચૌધરી છે. ફિલ્મની સ્ક્રીપ્ટ, સ્ટોરી અને સ્ક્રીન પ્લે નિરવ બારોટે લખ્યો છે. ઉલ્લેખનીય છે કે નિરવ બારોટ 'થઈ જશે' જેવી સુંદર હિટ ફિલ્મ આપી ચૂક્યા છે. નીચે ક્લિક કરીને જુઓ ટીઝર.

ગુજરાતી ફિલ્મોમાં પોતાની બીજી ઈનિંગમાં કિરણ કુમાર 'ધંત્યા ઓપન' ફિલ્મ કરી ચૂક્યા છે. જે બાદ 'બાપ રે' તેમની બીજી ફિલ્મ છે. ફિલ્મ 'બાપ રે' અમદાવાદ પિક્ચર્સ અને એન્કોરા ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. DFM પ્રોડક્શને પ્રોડક્શન સંભાળ્યું છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થશે.