05 January, 2024 04:15 PM IST | Mumbai | Rachana Joshi
‘કમઠાણ’નું પોસ્ટર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
વર્ષ ૨૦૧૯માં આવેલી નેશનલ એવૉર્ડ (National Award Winner) વિનિંગ ફિલ્મ ‘હેલ્લારો’ (Hellaro)ના મેકર્સ એક અદ્ભત ફિલ્મ લઈને ફરી એકવાર આવી ગયા છે. ‘હેલ્લારો’ના મેકર્સની બીજી ગુજરાતી ફીચર ફિલ્મ ‘કમઠાણ’ (Kamthaan) લઈને આવ્યા છે. જે આવતા મહિને રિલીઝ થવાની છે. ત્યારે ‘કમઠાણ’નું ટીઝર (Kamthaan Teaser) તાજેતરમાં રિલીઝ થયું છે. જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ફિલ્મ ‘કમઠાણ’ સ્વર્ગીય ગુજરાતી નવલકથાકાર (Gujarati Novelist) અશ્ચિની ભટ્ટ (Ashwini Bhatt)ની નવલકથા પરથી બનાવવામાં આવી છે. પોલીસના ઘરમાં જ ચોર ચોરી કરે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તેનું રમૂજી નિરુપણ કરવામાં આવ્યું છે. જે ટીઝર પરથી ખ્યાલ આવી જાય છે.
‘કમઠાણ’ના પ્રોડ્યુસર અભિષેકે ટીઝર સોશ્યલ મીડિયા પર શૅર કરતા લખ્યું છે કે, ‘તો લો… આ છે અમારું ‘કમઠાણ’! ❤️ ‘હેલ્લારો’ પછી ફરી એક વાર આપણી માટીની સુગંધવાળી એક નખશીખ ગુજરાતી ફિલ્મ બનાવવાનો અમારો પ્રયાસ.??’
ટીઝરમાં ફિલ્મનું નરેશન બહુ સારી રીતે કરવામાં આવ્યું છે. જેના પરથી ફિલ્મ ‘કમઠાણ’ની વાર્તા બરાબર સમજાય જાય છે. ડ્રામા, લાગણીઓ, હાસ્ય અને મસ્તીથી ભરપૂર હશે આ ફિલ્મ તે ટીઝર પરથી જ ખબર પડી જાય છે. ફિલ્મ ‘કમઠાણ’ની વાર્તા ચોરે કરેલી ગડબડની આસપાસ ફરે છે. જે બિનસૂચિત જન-જાતિના છે. આ સમુદાય કહેવાતા સંસ્કારી વિશ્વમાં ગુનેગારો ગણાય છે. ;આખું જંગલ ગોથે ચડ્યું છે, ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં તોફોન ધાંધલ અને ધમાલ અને આ તોફોન ધાંધલ અને ધમાલ એટલે જ કમઠાણ’, એમ ટીઝરમાં જણાવવામાં આવ્યું છે.
આ ફિલ્મ ગુજરાતી નવલકથાકાર સ્વર્ગીય અશ્ચિની ભટ્ટની નોવેલ પરથી બનાવવામાં આવી છે.
‘કમઠાણ’માં હિતુ કનોડિયા (Hitu Kanodia), સંજય ગોરડિયા (Sanjay Goradia), અરવિંદ વૈદ્ય (Arvind Vaidya) અને દર્શન જરીવાલા (Darshan Jariwala) મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન ધ્રુનાદ (Dhrunad)એ કર્યું છે. જ્યારે ફિલ્મ પ્રોડ્યુસ આયુષ પટેલ (Aayush Patel), અભિષેક (Abhishek), મિત જાની (Mit Jani), પ્રતિક ગુપ્તા (Prateek Gupta) અને પિનલ પટેલ (Pinal Patel)એ કરી છે.
ફિલ્મમાં એક ગીત છે, ‘ચોર’. આ ગીતનું સંગીત મેહુલ સુરતી (Mehul Surti)નું છે. જ્યારે ગીતકાર સૌમ્ય જોશી (Suamya Joshi) છે. તો ‘કમઠાણ’નું ગીત ગાયું છે યુવાનોના લોકપ્રિય આદિત્ય ગઢવી (Aditya Gadhvi)એ. નોંધનીય છે કે, ફિલ્મ ‘હેલ્લારો’ના ગીત ‘સપના વિનાની રાત’ (Sapna Vinani Raat) પછી ફરી એકવાર સાથે આવી રહ્યા છે. આ ગીતે અત્યાર સુધી સોશ્યલ મીડિયા પર લાખો વ્યૂ મેળવ્યા છે.
ફિલ્મના ગીત અને ટીઝર બન્નેમાં મ્યુઝિક બહુ વખાણવામાં આવ્યું છે. ફિલ્મના ટીઝર પરથી જ ફિલ્મ ‘કમઠાણ’ બહુ પ્રોમિસિંગ લાગે છે.
નોંધનીય છે કે, ફિલ્મ ‘કમઠાણ’ આવતા મહિને એટલે કે ૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.