04 May, 2022 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
યશ સોની અને જાનકી બોડીવાલા(તસવીર: ઈન્સ્ટાગ્રામ)
અમદાવાદ: `છેલ્લો દિવસ` અને `ચાલ જીવી લઈએ` ફિલ્મથી દર્શકોના ચહિતા બનેલા અભિનેતા યશ સોનીએ લાઈફ પાર્ટનર વિશે ઓફિશિયલ જાહેરાત કરી છે. અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ હવે જાહેરમાં એક-બીજા માટે પ્રેમ વ્યક્ત કર્યો છે.
યશ સોનીએ સોશિયલ મીડિયા હેન્ડલર ઈન્સ્ટાગ્રામ પર જાનકી સાથે ક્યુટ ફોટો શેર કરી બંનેના રિલેશન વિશે ઓફિશિયલ જાણકારી આપી છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, ` મુશ્કેલીઓ હોવા છતાં, અમે એકસાથે ખુશ છીએ અને તેની જાહેરાત કરતાં આનંદ થયો! અમારા પરિવારના આશીર્વાદ સાથે જીવનની સુંદર સફર પર`.
તો બીજી બાજુ અભિનેત્રીએ જાનકીએ પણ આ તસવીર શેર કરી છે અને કેપ્શનમાં પણ અભિનેતાએ લખેલા શબ્દો જ લખ્યાં છે.
યશ સોની અને જાનકી બોડીવાલા હવે લગ્નના બંધનમાં ક્યારે બંધાશે તે અંગે કોઈ જાણકારી આપી નથી. પરંતુ એવું લાગે છે કે કદાચ આ વર્ષે બંને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે યશ સોની છેલ્લે `ચાલ જીવી લઈએ` ફિલ્મમાં જોવા મળ્યા હતાં. આ ફિલ્મમાં આરોહી પટેલ અને સિદ્ધાર્થ રાંદેરિયા જોવા મળ્યા હતા. આ ઈમોશનલ ફિલ્મ છે અને સાથે લવ સીન પણ જોવા મળ્યા હતા.