‘ઍનિમલ’ જોઈને ક્રિકેટર જયદેવ ઉનડકટે બળાપો કાઢતી પોસ્ટ શું કામ ડિલીટ કરી?

07 December, 2023 06:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટે હાલમાં રિલીઝ થયેલી રણબીર કપૂરની ‘ઍનિમલ’ જોઈ અને તેને એ ફિલ્મ પસંદ ન આવતાં તેણે એનો રિવ્યુ સોશ્યલ મીડિયામાં પણ કર્યો. જોકે બાદમાં તેણે એ પોસ્ટ જ ડિલીટ કરી નાખી હતી.

જયદેવ ઉનડકટ

ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટે હાલમાં રિલીઝ થયેલી રણબીર કપૂરની ‘ઍનિમલ’ જોઈ અને તેને એ ફિલ્મ પસંદ ન આવતાં તેણે એનો રિવ્યુ સોશ્યલ મીડિયામાં પણ કર્યો. જોકે બાદમાં તેણે એ પોસ્ટ જ ડિલીટ કરી નાખી હતી. ફિલ્મને લઈને તેને ટ્રોલ ન કરવામાં આવે એ ડરને કારણે કદાચ તેણે આ પોસ્ટ ડિલીટ કરી છે. તેના ફૅન્સ પણ એને લઈને પોતાના વિચાર વ્યક્ત કરે છે. એકે લખ્યું કે ‘કદાચ ઉનડકટે એટલા માટે પોસ્ટ ડિલીટ કરી છે કેમ કે તેને એહસાસ થયો છે કે આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં સત્ય કહેવાની અને પોતાનો પક્ષ લેવાની પરમિશન નથી.’
ઉનડકટે પોસ્ટ કર્યું હતું એ આ પ્રમાણે હતું, ‘અતિશય ખરાબ ફિલ્મ છે ‘ઍનિમલ’. વર્તમાનમાં મહિલાઓને નફરત કરવાને પ્રોત્સાહન આપવું અને બાદમાં એને ટ્રેડિશનલ મૅસ્ક્યુલિનિટી અને આલ્ફા પુરુષના રૂપમાં ટૅગ કરવું અપમાનજનક છે. આપણે કાંઈ જંગલોમાં કે પછી મહેલોમાં નથી રહેતા, ન તો આપણે યુદ્ધ લડવા કે શિકાર કરવા જઈએ છીએ. ઍક્ટિંગ કેટલી સારી કરી છે એનો કોઈ અર્થ નથી, પરંતુ જે ફિલ્મને લાખો લોકો જુએ છે એમાં આવું વર્તન દેખાડવું સારી બાબત નથી. મનોરંજન જગતમાં પણ સામાજિક ફરજ નામની એક વસ્તુ હોય છે એને ન ભૂલવું જોઈએ. મને એવો એહસાસ થાય છે કે આવી બકવાસ ફિલ્મ જોઈને મેં મારા ત્રણ કલાક બરબાદ કર્યા.’

284.05
પાંચ દિવસમાં ‘ઍનિમલ’ની હિન્દી અને સાઉથની અન્ય ભાષાનું કલેક્શન મળીને આટલા કરોડનો કર્યો બિઝનેસ  

jaydev unadkat ranbir kapoor animal bollywood news entertainment news