24 May, 2023 04:35 PM IST | Mumbai | Nirali Kalani
અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય
સ્પ્લિટ્સવિલા સીઝન 9 ફેમ એક્ટર અને મોડલ આદિત્ય સિંહ રાજપૂત(Aditya Singh Rajput)ના નિધનને બે દિવસ પણ વીત્યા નથી કે હવે વધુ એક દુ:ખદ સમાચારે ટીવી ઈન્ડસ્ટ્રીને આંચકો આપ્યો છે. ટીવી સિરિયલ સારાભાઈ વર્સેસ સારાભાઈ(sarabhai vs sarabhai)માં જાસ્મિનનો રોલ કરનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય (Vaibhavi Upadhyay)નું નિધન થયું છે. અભિનેત્રી તેના મંગેતર સાથે કુલ્લુની મુલાકાત લેવા નીકળી હતી અને ત્યાં આ અકસ્માત થયો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી સહિત ઘણા ટીવી સ્ટાર્સ તથા ગુજરાતી ફિલ્મના જગતની હસ્તીઓએ અભિનેત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
નિર્માતા જેડી મજેઠિયાએ `સારાભાઈ Vs સારાભાઈ` અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય વિશે આઘાતજનક સમાચાર શેર કર્યા અને લખ્યું, “જીવન ખૂબ અણધારી છે. સારાભાઈ Vs સારાભાઈની "જાસ્મિન" તરીકે જાણીતી એક ખૂબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાયનું અવસાન થયું. તેણી ઉત્તરમાં અકસ્માત સાથે મળી. આવતીકાલે સવારે 11 વાગ્યે પરિવાર તેમને અંતિમ સંસ્કાર માટે મુંબઈ લાવશે. વૈભવીને RIP."
અભિનેતા દેવેન ભોજાણીએ પણ ટ્વીટ કર્યું
અભિનેતા દેવેન ભોજાણીએ કહ્યું કે દિવસની શરૂઆત બે ખરેખર દુ:ખદ સમાચાર સાથે થઈ. બે ખૂબ જ પ્રતિભાશાળી લોકોના મૃત્યુ. બંનેને દિગ્દર્શન કરવાની તક મળી, `સારાભાઈ વર્સીસ સારાભાઈ` વૈભવી ઉપાધ્યાયને અને સ્ટાર નેટવર્કના શોમાં નિતિશ પાંડેને. ઉત્તર ભારતમાં ગઈકાલે સાંજે વૈભવીનો અકસ્માત થયો હતો અને નિતેશનું આજે સવારે 2 વાગ્યે ઇગતપુરીમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. જીવન એટલું અણધાર્યુ હોઈ શકે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. દેવેન ભોજાણીએ પણ ટ્વીટ કરીને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ પણ આપી છે. તેમણે કહ્યું કે `આઘાતજનક, એક ખૂબ જ સારી અભિનેત્રી અને સારી મિત્ર વૈભવી ઉપાધ્યાય જે સારાભાઈ વર્સીસ સારાભાઈની જાસ્મીન તરીકે વધુ જાણીતી છે તે હવે આપણી વચ્ચે નથી. થોડા કલાકો પહેલા તેણીનો અકસ્માત થયો હતો. વૈભવીના આત્માને શાંતિ મળે.`
ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે પણ વૈભવી ઉપાધ્યયને શ્રદ્ધાંજલિ આપે છે. `લોચા લાપસી` ફિલ્મનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે અમે દરેક પ્રમોશન અને સ્ક્રિનિંગમાં યાદ કરીશું.
ગુજરાતી નાટકના જાણીતા અને નામી નિર્દેશક રાજેશ જોષીએ પણ વૈભવી ઉપાધ્યાયના નિધન પર શૉક વ્યક્ત કર્યો છે. ગુજરાતી મિડ-ડે ડૉટકૉમ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે "મેં `સફરજન`નાટકમાં તેની સાથે કામ કર્યુ હતું. તે ખુબ જ હોશિયાર, હસમુખી અને ખુશ મિજાજ તો ખરી જ પણ સાથે સાથે કામ પ્રત્યે નિષ્ઠાવાન હતી. તેનામાં આત્મવિશ્વાસ ભરપૂર હતો. તેની હાજરી હંમેશાં હકારાત્મકતાનો અનુભવ કરાવતી. ઉત્તમ અભિનેત્રી સાથે તે એક ઉમદા નૃત્યકાર પણ હતી, તે ખુબ જ સરસ ગરબા રમતી હતી. આજે અચાનક તેના નિધનના સમાચાર સાંભવી આઘાત લાગ્યો છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે."
અભિનેત્રી માનસી પારેખને પણ વૈભવી ઉપાધ્યાયના નિધનથી આઘાત લાગ્યો છે.
અભિલાષ ઘોડાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી છે.
ઉલ્લેખનીય છે કે વૈભવી ઉપાધ્યાય માત્ર 38 વર્ષના હતા. તે દીપિકા પાદુકોણની `છપાક`, રાજકુમાર રાવની `સિટીલાઈટ્સ` જેવી ફિલ્મોમાં અને અનેટ ટીવી શૉમાં કામ કર્યુ છે.