11 April, 2023 06:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હિતેન કુમાર (ફાઈલ તસવીર)
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હિતેન કુમાર છેલ્લે કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ `વશ`માં પોતાની ખલનાયકની ભૂમિકાથી દર્શકોમાં લોકપ્રિય બન્યા હતા. તેઓ હવે પોતાની આગામી ફિલ્મ `વેલકમ પૂર્ણિમા` દ્વારા ચાહકોમાં પોતાનો એક આગવો પ્રભાવ પાડવા માટે તૈયાર છે. હિતેન કુમારે ફિલ્મનું મોશન પોસ્ટ સોશિયલ મીડિયા પર શૅર કર્યું છે.
આ પોસ્ટર વીડિયોની શરૂઆત સ્પુકી બેકગ્રાઉન્ડ મ્યૂઝિક દ્વારા થાય છે. જેમાં પૂર્ણ ચંદ્ર જે પૂર્ણિમાનું પ્રતીક ગણાય છે તેની સામે એક વૃક્ષ પાસે ઊભેલા માણસને બતાવે છે. આ માણસનું મોં ચંદ્ર તરફ છે અને કેમેરા તરફ પીઠ દેખાય છે. ડાર્ક થીમમાં બનાવાયેલ આ પોસ્ટર દ્વારા ડર અને ઉત્સુકતા બન્ને ભાવ એકસાથે અનુભવાય છે.
આ ફિલ્મનું દિગ્દર્શન ઋષિલ જોશી દ્વાર કરવામાં આવ્યું છે, ફિલ્મમાં મલ્ટી સ્ટાર કાસ્ટ કરવામાં આવી છે જેમાં હેમ સેવક, માનસી રાચ્છ, હીના જયકિશન, `બિંદા રાવલ, મૌલિક ચૌહાણ, ચેતન ધાનાણી અને અન્યોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Vash Review: અનપ્રેડિક્ટેબલ અંત સાથે, સસ્પેન્સ થ્રિલરનો આનંદ આપતી ફિલ્મ
`વેલકમ પૂર્ણિમા` માટે વાર્તા, સ્ક્રિપ્ટ અને સંવાદ ચેતન દૈયાએ લખ્યા છે, જેઓ તાજેતરમાં `કર્મ`, અને `બાગડબિલા` જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.