મૅરેજ-ઍનિવર્સરી પર પત્ની સોનલ માટે હિતેન કુમારની પ્રેમથી છલોછલ પોસ્ટ

01 December, 2024 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાર દાયકાના સાથ પછીયે સાથે જીવવાની તરસ એમની એમ છે એ માત્ર તારા કારણે, દોસ્ત

હિતેન કુમાર, સોનલ મહેતા

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેન કુમારની ગઈ કાલે પાંત્રીસમી મૅરેજ-ઍનિવર્સરી હતી. આ પ્રસંગે હિતેનભાઈએ પત્ની સોનલ મહેતાને સંબોધીને સોશ્યલ મીડિયા પર મસ્ત વાત લખી છે. આ પોસ્ટમાં હિતેન કુમાર લખે છે : હૅપી ઍનિવર્સરી સોનલ, ૩૫ વર્ષના લગ્નજીવન પછી એકબીજાને શબ્દોમાં શું કહેવાનું બાકી રહે? સમજણ અને મૌનની એક જુદી લિપિ ઉકેલતા થઈ જવાય, એકબીજાની આદત બની જવાય... જો આ સંબંધને તાજો રખાયો હોય તો. ૩૫ વર્ષ લગ્નનાં અને એ પહેલાંનાં ૬ વર્ષનો સાથ. ચાર દાયકા ઉપરાંતનો સમય સાથે જીવ્યાં અને હજી સાથે જ જીવવાની તરસ એમની એમ જ છે એ માત્ર તારા કારણે શક્ય બન્યું છે દોસ્ત... મારા જેવા ધૂનીને સાચવી લીધો છે આજ સુધી, આગળ પણ સાચવી લેજે દોસ્ત... લેશે જ એની ખાતરી સાથે... હૅપી ઍનિવર્સરી સોનબા.

hiten kumar gujarati mid-day Gujarati Drama dhollywood news entertainment news social media