આ છે ઑલટાઈમ હિટ ગુજરાતી સોંગ્સ, તમારા પ્લે લિસ્ટમાં છે કે નહીં?

30 April, 2019 04:24 PM IST  |  મુંબઈ

આ છે ઑલટાઈમ હિટ ગુજરાતી સોંગ્સ, તમારા પ્લે લિસ્ટમાં છે કે નહીં?

સાંભળો એવરગ્રીન ગુજરાતી સોંગ્સ

એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લો
1967માં આવેલી ફિલ્મ સંતુ રંગીલીનું આ ગીત આજે પણ ગરબાપ્રેમીઓનું ફેવરિટ છે. લોકબોલીમાં ગાવામાં આવેલા ગીતમાં સાસુ વહુની વાત છે. જેમાં વહુને અમદાવાદ ફરવું હોય છે પરંતુ સાસુ તેમને બાદશાહના મિજાજની વાત કહીને રોકવાનો પ્રયાસ કરે છે. ગીત હર્ષિદા રાવલે ગાયું છે અને સંગીત અવિનાશ વ્યાસનું છે. આ લિંક પર ક્લિક કરીને તમે આ ગીત સાંભળી શકો છે.

હું અમદાવાદનો રીક્ષાવાળો
અમદાવાનો રીક્ષાવાળો ફિલ્મ 1974માં રિલીઝ થઈ હતી. જેમાં અસરાની, કાનન કૌશલ, ઉપાસના સિંહ જેવા કલાકારો હતો. જેનું ટાઈટલ સોંગ આજે પણ લોકોને યાદ છે. સાંભળો આ ગીત અહીં અને લો અમદાવાદની મુલાકાત.

જાગ રે માલણ જાગ
1985માં આવેલી હિટ ગુજરાતી ફિલ્મ એટલે મેરૂ માલણ. જેમાં  મહેશ કનોડિયા, નરેશ કનોડિયા અને સ્નેહલતા અને તેનું સૌથી લોકપ્રિય થયેલું સોંગ એટલે જાગ રે માલણ જાગ. અહીં સાંભળો આ ગીત, જે તમને એ ગોલ્ડન એરાની યાદ અપાવશે.

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
મેરૂ માલણનું વધુ એક ગીત ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય આજે પણ એટલું જ લોકપ્રિય છે. ગરબા ફંક્શન્સમાં આજે પણ આ ગીત મસ્ટ છે. તમે પણ સાંભળો આ ગીતને અહીં.

જોડે રહેજો રાજ
1989માં આવેલી ફિલ્મ હતી જોડે રહેજો રાજ. જેનું ટાઈટલ સોંગ અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવેએ ગાયું છે. સાંભળો આ ગીત અહીં.

લીલી લેમડી રે
રામ લીલાના સોંગ નગાડા સંગ ઢોલની વચ્ચે આવતી 'લીલી લેમડી રે...' વાળી કડી લોકપ્રિય બની હતી. આ ગીત કાંટો વાગ્યો કાળજેનું છે. જેમાં નરેશ કનોડિયા અને રોમા માણેક જેવા કલાકારો હતા. સાંભળો આ એવરગ્રીન ગીતને અહીં.

વ્હાલમ આવોને
નવેમ્બર 2017માં રિલીઝ થયેલી ફિલ્મ લવની ભવાઈનું આખું આલ્બમ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. અને તેમાંથી સૌનું ફેવરિટ ગીત એટલે વ્હાલમ આવોને. જીગરદાન ગઢવીના અવાજમાં ગવાયેલું આ ગીત તમે પણ સાંભળો.

ગોરી રાધાને કાળો કાન
ફિલ્મ રોંગ સાઈડ રાજૂનું ગીત ગોરી રાધાને કાળો કાન ગરબા માટેની લેટેસ્ટ ચોઈસ છે. કીર્તિદાનના અવાજમાં ગવાયેલું આ ગીત લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે. તમે પણ માણો આ ગીતને અહીં.

રાધાને શ્યામ મળી જશે
સચિન સંઘવી અને શ્રૃતિ પાઠકનું આ ગીત 6 મહિના પહેલા રિલીઝ થયું હતું. જેને અત્યાર સુધીમાં 1 કરોડથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. માણો આ ગીતને અહીં.

ચાંદ ને કહો આજે
ફેબ્રુઆરીમાં આવેલી ફિલ્મ ચાલ જીવી લઈએનું આ ગીત ખૂબ જ ફેમસ થયું છે. સચિન જીગરે સ્વર બદ્ધ કરેલી આ ગીતમાં જીગરદાન ગઢવી, સચિન-જીગર અને તનિષ્કા સંઘવીનો અવાજ છે. આ લિંક પર ક્લિક કરીને તમે આ ગીત સાંભળી શકો છે.


gujarat