HBD Parth Bharat Thakkar: માણો ઢોલિવૂડને મધુર ગીતો આપનાર કમ્પોઝરના બેસ્ટ ગીતો

09 July, 2023 06:52 PM IST  |  Mumbai | Karan Negandhi

`શરતો લાગુ`, `લવની ભવાઇ` અને `ગજબ થઈ ગયો` ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપનાર કમ્પોઝર અને ગાયક પાર્થ ભરત ઠક્કરનો આજે જન્મદિવસ છે

પાર્થ ભરત ઠક્કર

ઢોલિવૂડને સુમધુર ગીતો આપનાર મ્યુઝિક કમ્પોઝર અને ગાયક પાર્થ ભરત ઠક્કર (HBD Parth Bharat Thakkar)નો આજે જન્મદિવસ છે. પાર્થનો જન્મ 9 જુલાઈ 1989ના રોજ અમદાવાદમાં થયો હતો. પાર્થે તેમનું સ્કૂલિંગ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, મિર્ઝાપુર અને સેન્ટ કબીર સ્કૂલ, અમદાવાદમાંથી કર્યું હતું. તેમણે જે.જી. કૉલેજ ઑફ પરફોર્મિંગ આર્ટસ, અમદાવાદથી તેમણે પર્ફોર્મિંગ આર્ટ્સમાં સ્નાતક કર્યું હતું.

પાર્થ ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’, ‘છેલ્લો દિવસ’, ‘દાવ થઈ ગયો યાર’, ‘લવની ભવાઈ’ અને ‘શરતો લાગુ’ ફિલ્મમાં તેમના ગીતો માટે જાણીતા છે. વર્ષ 2018ની ગુજરાતી રોમેન્ટિક ફિલ્મ ‘શરતો લાગુ’ના ગીત ‘મન મેળો’થી તેમને ખૂબ નામના મળી હતી. તેમણે કમ્પોઝ કરેલા ગુજરાતી ફિલ્મ ‘લકિરો’ના ગીતોને પણ ખૂબ પ્રેમ મળ્યો હતો. આવો માણીએ તેમના કેટલાક સુંદર ગીતો.

મન મેળો

વર્ષ 2018માં આવેલી રોમેન્ટિક ગુજરાતી ફિલ્મ ‘શરતો લાગુ’નું ગીત ‘મન મેળો’ પાર્થ ભરત ઠક્કરે (Parth Bharat Thakkar) કમ્પોઝ કરેલા સુંદર ગીતોમાનું એક છે. જસલીન રોયલ, સિદ્ધાર્થ અમિત ભાવસારે આ ગીતને અવાજ આપ્યો છે.

લકિરો

ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ લકિરોના ગીતોને સંગીતમય પાર્થે કર્યા હહએ. ફિલ્મનું ટાઇટલ સોન્ગ અમિત ત્રિવેદીએ ગાયું છે.

પાટણના પટરાણી

ગુજરાતી ફિલ્મ ‘નાયિકા દેવી’ના દમદાર ગીતોને સંગીત પણ પાર્થે જ આપ્યું છે. ફિલ્મનું આ ગીત ‘પાટણના પટરાણી’ સાંભળતા તમારા પણ પગ થનગની ઊઠશે.

કાનુડો કાનુડો

ફિલ્મો ઉપરાંત પાર્થ ભરત ઠક્કરે પોતાની યુટ્યુબ ચેનલ માટે પણ સુંદર ગીતો કમ્પોઝ કર્યા છે. કૃષ્ણ ભક્તિમાં લીન કરતું આ ગીત ‘કાનુડો કાનુડો’ પણ પાર્થના બેસ્ટ ગીતોમાનું એક છે.

મીરાને માધવનો રાસ

આવું જ અન્ય એક ગીત એટલે ‘મીરાને માધવનો રાસ’. આ ગીતને યુટ્યુબ પર 3.3 લાખથી વધુ વ્યુઝ મળ્યા છે. જાહ્નવી શ્રીમાંકર અને આદિત્ય ગઢવીએ ગયેલું આ ગીત નિરેન ભટ્ટે લખ્યું છે.

પોતાના ગીતોથી ચાહકોના મનમાં એક આગવી છાપ ઊભી કરનાર પાર્થ ભરત ઠક્કરને ગુજરાત પુરસ્કાર ઉપરાંત તેમના હિન્દી ગીત માટે `ક્લેફ મ્યુઝિક એવૉર્ડ`થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. હિન્દી આલ્બમ `લકીરેં` માટે તેમને `ક્લેફ મ્યુઝિક એવૉર્ડ` એનાયત કરવામાં આવ્યો હતો.

`લકીરેં` એ હિન્દી મ્યુઝિક આલ્બમ છે. આ ગીત માટે અમિત ત્રિવેદી, બેની દયાલ, વિશાલ દદલાની, શિલ્પા રાવ, શ્રુતિ પાઠક, શાલ્મલી ખોલગડે અને પાર્થ ભરત ઠક્કરે અવાજ આપ્યો છે. આ આલ્બમ ગુજરાતી ફિલ્મ `લકીરો`ના `લકીરો` ગીત બાદ બનાવવામાં આવ્યું હતું. ગુજરાતીમાં `લકીરો`ના ગીતો ચિરાગ ત્રિપાઠી અને તુષાર શુક્લાએ લખ્યા છે. જ્યારે હિન્દીમાં ગીતો અમિતાભ વર્મા દ્વારા લખવામાં આવ્યાં છે.

parth thakkar gujarati film dhollywood news karan negandhi gujarati mid-day