18 December, 2021 04:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: જિગરદાન ગઢવીનું સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
જિગ્રા તરીકે જાણીતા ગુજરાતી સિંગર જિગરદાન ગઢવીએ યતિ ઉપાધ્યાય સાથે લગ્ન કરી લીધાં છે. આજે યુગલે સમાન કેપ્શન સાથે પોતાના લગ્ન તસવીરો શેર કરી હતી.
પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું કે “ચાલો પ્રેમમાં વિશ્વાસ કરીએ! ચાલો પ્રેમમાં પડીએ! ચાલો પ્રેમમાં વધીએ. અમારા બંને પર તમારા પ્રેમની વર્ષા કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.”
એક દિવસ અગાઉ જિગરે પોતાની સગાઈની એક તસવીર પણ ઇન્સ્ટાગ્રામ શેર કરી હતી અને લગ્ન ગીતની કળીઓ લખી હતી.
દરમિયાન ફેન્સ પણ આ સમાચાર સાંભળતા રાજીના રેડ થઈ ગયા હતા અને કોમેન્ટ બોક્સમાં શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી મ્યુઝિક સાથે સંકળાયેલા જિગરદાન ગઢવીને લવની ભવાઈના ગીત વ્હાલમ આવોનેથી સૌથી વધુ ઓળખ મળી હતી. પોતાની ફેશન સેન્સના કારણે જિગરદાન ગઢવી યંગસ્ટર્સ માટે ફેશન આઈકન બની ચૂક્યા છે. ફેન્સ તેમના ફોટોઝ પર કમેન્ટ પણ કરતા હોય છે.