midday

'ગોળકેરી' ફિલ્મનું અમદાવાદમાં પ્રીમિયર યોજાયું

28 February, 2020 01:30 PM IST  |  Mumbai Desk

'ગોળકેરી' ફિલ્મનું અમદાવાદમાં પ્રીમિયર યોજાયું
ગોળકેરી ફિલ્મનું એક દ્રશ્ય

ગોળકેરી ફિલ્મનું એક દ્રશ્ય

28 ફેબ્રુઆરીથી સિનેમાઘરોમાં રીલીઝ થયેલી વિરલ શાહ દિગ્દર્શિત ફિલ્મ 'ગોળકેરી' નું ગુરુવારે રાત્રે અમદાવાદના એસ જી હાઇવે પર આવેલા પીવીઆરમાં પ્રીમિયર યોજાયું હતું. ખાટી-મીઠી લાગણીઓનો અનુભવ કરાવતી આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, માનસી પારેખ, વંદના પાઠક અને સચિન ખેડેકર મુખી ભૂમિકામાં છે. માનસી, વંદના અને સચિન પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં અભિનય કરી રહ્યા છે. આ ફિલ્મમાં મિકા સિંઘે પણ પહેલીવાર ગુજરાતીમાં ગીત ગાયું છે. મિકા સિંઘ અને પાર્થિવ ગોહિલે ગાયેલું 'સોણી ગુજરાત ની' ગીત ઓલરેડી ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે અને ડાયલોગ અમાત્ય ગોરડીયાએ અને વિરલ શાહે લખ્યા છે.

ફિલ્મના અમદાવાદમાં યોજાયેલા પ્રીમિયરમાં ફિલ્મની સ્ટારકાસ્ટ સહિત ગાયક અરવિંદ વેગડા, અભિનેતા ઓજસ રાવલ સહિત અનેક જાણીતા ચહેરા હાજર રહ્યાં હતા. આવો જોઇયે પ્રીમિયરની એક ઝલક...

entertainment news upcoming movie gujarati film Malhar Thakar manasi parekh sachin khedekar ahmedabad