એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ધાડ’ દ્વારા શરૂ કરવામાં આવશે ગુજરાતી ફિલ્મ કૅટેગરી

08 December, 2022 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘હેલ્લારો’, ‘રેવા’ અને ‘૨૧મું ટિફિન’ને પણ મુંબઈમાં ચાલી રહેલા આ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવશે

એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ધાડ’ દ્વારા શરૂ કરવામાં આવશે ગુજરાતી ફિલ્મ કૅટેગરી

મુંબઈમાં યોજાઈ રહેલા ૧૯મા એશિયન ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત ‘ધાડ’ અને ‘હેલ્લારો’ જેવી ફિલ્મ દ્વારા થઈ રહી છે. પહેલી વાર એવું બન્યું છે ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ માટે એક અલગથી કૅટેગરી હોય. આ કૅટેગરીમાં ‘રેવા’, ‘આ છે મારું ઘર’ અને ‘૨૧મું ટિફિન’નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલ ૧૨થી ૧૮ ડિસેમ્બર દરમ્યાન યોજવામાં આવ્યો છે. ગુજરાતી વિભાગના સંયોજક સુભાષ છેડાએ કહ્યું હતું કે આ ફેસ્ટિવલ ૨૦૦૨થી ચાલે છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈરાન, બંગલાદેશ અને શ્રીલંકાની ફિલ્મોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતી ફિલ્મ કૅટેગરીની  શરૂઆત ૧૩ ડિસેમ્બરે સાંજે સાત વાગ્યે પરેશ નાયકની ‘ધાડ’ દ્વારા શરૂ થશે. આ ફિલ્મમાં નંદિતા દાસ, કે. કે. મેનન, સુજાતા મહેતા, રઘુબીર યાદવ અને સંદીપ કુલકર્ણીએ કામ કર્યું છે.

entertainment news dhollywood news